આતંકીઓને હણવા જતાં નાઈજિરિયામાં મિસફાયર: પોતાના જ 200 લોકોના મોત

નાઇજીરિયામાં મોટી હોનારત સર્જાઈ હતી. દેશની વાયુસેનાએ આતંકીઓને નિશાન બનાવવા માટે એક હવાઈ હુમલો કર્યો હતો, પરંતુ બોમ્બ એક બજાર પર પડ્યો હતો, જ્યાં સામાન્ય…

નાઇજીરિયામાં મોટી હોનારત સર્જાઈ હતી. દેશની વાયુસેનાએ આતંકીઓને નિશાન બનાવવા માટે એક હવાઈ હુમલો કર્યો હતો, પરંતુ બોમ્બ એક બજાર પર પડ્યો હતો, જ્યાં સામાન્ય લોકો ખરીદી કરી રહ્યા હતા. આ હુમલામાં આશરે 200 લોકોના મોતની આશંકા છે. જાણવા મળી રહ્યું છે કે, નાઇજીરિયાની વાયુસેના બોકો હરામના આતંકીઓનો પીછો કરી રહી હતી. ઉત્તર-પૂર્વના જિલ્લી વિસ્તારમાં તેમને આતંકીઓ દેખાયા અને તેમણે હવાઈ હુમલો કર્યો હતો, પરંતુ આ હુમલો એ સમયે અને એ જગ્યાએ થયો જ્યાં સેંકડો સામાન્ય લોકો બજારમાં હાજર હતા.

જિલ્લી માર્કેટ નાઇજીરિયાના યોબે રાજ્યમાં છે. આ જગ્યા બોર્નો રાજ્યની સરહદ પાસે છે. આ એ જ વિસ્તાર છે જ્યાં બોકો હરામની સૌથી વધુ અસર છે. લોકો ત્યાં પોતાની રોજિંદી વસ્તુઓ ખરીદવા-વેચવા આવ્યા હતા. યોબેના ગેઇદામ જિલ્લાના ફુચિમેરામ વોર્ડના કાઉન્સિલર લાવાન જાના નૂર ગેઇદામ દ્વારા સમાચાર એજન્સી રોઇટર્સ સાથે વાત કરતા જણાવ્યું કે, આ હુમલામાં 200થી વધુ લોકો માર્યા ગયા છે. તેમણે આ ઘટનાને અત્યંત દર્દનાક ગણાવી હતી. ત્રણ અન્ય સ્થાનિક લોકો અને એક આંતરરાષ્ટ્રીય રાહત સંસ્થાના અધિકારીએ પણ આ હુમલા અને મોતના આંકડાની પુષ્ટિ કરી છે.

નાઇજીરિયાના ઉત્તર-પૂર્વમાં બોકો હરામ નામનું એક ખતરનાક આતંકી સંગઠન લાંબા સમયથી સક્રિય છે. આ સંગઠને છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો લોકોને માર્યા છે અને લાખો લોકોને તેમના ઘર છોડવા માટે મજબૂર કર્યા છે. નાઇજીરિયાની સેના આ આતંકીઓ સામે સતત અભિયાન ચલાવી રહી છે. હુમલામાં જે લોકો ઘાયલ થયા છે તેમને યોબે અને બોર્નો રાજ્યની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે. યોબે રાજ્યની આપત્તિ વ્યવસ્થાપન એજન્સી જઊખઅ એ જણાવ્યું કે, તેમને આ ઘટનાના પ્રારંભિક અહેવાલો મળ્યા છે અને રાહત કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *