મોરબીના મકનસર ગામે રહેતો 12 વર્ષનો સગીર ગત માસે ઘરેથી નીકળી ગયા બાદ પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી બાળક 20 દિવસ બાદ મોરબીના જુના બસ સ્ટેન્ડથી હેમખેમ પરત મળી આવતા પોલીસે બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
મોરબીના મકનસર ગામે રહેતા પિતાએ સગીર દીકરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. 22 ના રોજ શાળાએથી આવી 12 વર્ષના સગીર પુત્રએ રફાળેશ્વર મેળામાં જવાનું કહ્યું હતું પરંતુ પિતાએ ના કહી હતી અને બાળક પોતાની રીતે મેળામાં ગયો હતો પરત ફરતા પિતાએ ઠપકો આપ્યો હતો જેથી બાળક ઘરેથી નીકળી ગયો હતો અને પરિવારે શોધખોળ કર્યા છતાં બાળકનો પત્તો નહિ લાગતા મોરબી તાલુકા પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી મોરબી તાલુકા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી બાળકની તપાસ ચલાવી હતી.. પીએસઆઈ ભાનુબેન બગડાની ટીમે બાળકની તપાસ ચલાવી હતી.
જે બાળક મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી મળી આવતા પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પિતાએ ભણવા બાબતે ઠપકો આપતા ઘરેથી નીકળી ગયો હતો બાળકને ભણવું નથી અને કામ કરવું હતું બાળક મોરબી આવી ગયો હતો અને જુના બસ સ્ટેન્ડ પાસે મચ્છીપીઠ વિસ્તારમાં મજુરી કરી કમાઈ લેતો અને બસ સ્ટેન્ડ પાસે સુઈ જતો હતો બાળક હેમખેમ મળી આવ્યું છે અને પરિવારને સોપતા પરિવારે પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.
