જુદા-જુદા ચાર સ્થળે નજીવા પ્રશ્ર્ને બઘડાટી: ચાર યુવકને ઇજા

ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં યુવતીએ ફિનાઇલ ગટગટાવ્યું શહેરમાં જુદા જુદા ચાર સ્થળે નજીવા પ્રશ્ને મારામારી થઈ હતી. જેમાં ચાર યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.…

ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં યુવતીએ ફિનાઇલ ગટગટાવ્યું

શહેરમાં જુદા જુદા ચાર સ્થળે નજીવા પ્રશ્ને મારામારી થઈ હતી. જેમાં ચાર યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભારતનગરમાં રહેતા યોગેશ રત્નાભાઇ વકાતર નામનો 22 વર્ષનો યુવાન આઈ.ટી.આઈ પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી લાકડા વડે માર માર્યો હતો. બીજા બનાવમાં કાલાવડ રોડ ઉપર હોસ્ટેલમાં રહેતો અભી જીતેન્દ્રભાઈ ડઢાણિયા નામનો 23 વર્ષનો યુવાન રાત્રીના દસેક વાગ્યે પોતાનું બાઈક લઇ જતો હતો ત્યારે નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર અજાણ્યા શખ્સોએ રોકી માર માર્યો હતો. ઠેચડા ગામે રહેતા રામજીભાઈ છગનભાઈ ચૌહાણ નામનો 33 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે મહિલાઓના ઝઘડામાં તેના કાકા કાળુભાઈ ધનાભાઈ અને સંજય નામના શખ્સોએ હુમલો કર્યો હતો જ્યારે ચુનારાવાડમાં રહેતો વિમલ રમશીયા પ્રજાપતિ નામનો 32 વર્ષનો યુવાન રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં પોતાની પાણીપુરીની લારી લઈને જઈ રહ્યો હતો ત્યારે છોકરાઓ દડે રમતા હતા તેથી દડો લેવા જતા પાણીપુરીની લાડી ગાડી જતા હરી અને ઘુરીયા સહિતના શખ્સો વિમલ પ્રજાપતિને માર માર્યો હતો.

આ ઉપરાંત અન્ય બનાવમાં બેડી યાર્ડ પાસે આવેલી ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતી અલ્પાબેન ભરતભાઈ દાણીધારીયા નામની 22 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *