શહેરના કોઠારિયા મેઈન રોડ પર આવેલા ગોકુળનગરમાં રહેતી સગીરાએ ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાત કરતા પહેલા તેણીએ પોતાના નાના ભાઈઓને માર મારીને ઘરની બહાર કાઢી મૂક્યા બાદ પગલું ભરી લીધું હતું. સગીરાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોકુલનગરમાં રહેતી શરીફા નબીજાન મેદી (ઉ.15) એ પોતાના ઘેર છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
બહારથી ઘેર આવેલા માતાએ સગીર પુત્રીને લટકતી જોઈ દેકારો કરતા પાડોશના લોકોએ સગીરાને ઉતારી સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાઈ હતી જેનુ સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો. ભકિતનગર પોલીસ મથકના પીએસઆઈ વરોતરીયા સહીતની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસની પુછતાછમાં મુળ ઉતર પ્રદેશના વતની નબીજાનભાઈને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી હોવાનુ તેમજ મોટી પુત્રી શરીફાએ રૂૂમમાં રમતા બે નાનાભાઈઓને ઠપકો આપી ઘરમાંથી બહાર કાઢી પગલુ ભરી લીધાનુ તેમજ નાનાભાઈઓએ મજુરી કામ કરતી માતા પાસે જઈને વાત કરતા માતા ઘેર આવતા પુત્રીને લટકતી જોઈ હોવાનુ જણાવતા પોલીસે સગીરાના આપઘાતનુ કારણ જાણવા કાર્યવાહી કરી છે.
