ટંકારાના મીતાણા ગામે રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. સગીરાનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
ટંકારાના મીતાણા ગામે રહેતી તેજલબેન શિવાભાઈ સાડમીયા નામની 17 વર્ષની સગીરા અગિયાર દિવસ પૂર્વે પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સગીરાનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક સગીરા એક ભાઈ પાંચ બહેનમાં વચેટ હતી અને તેના પિતા હાલ હયાત નથી. સગીરાને છ માસ પૂર્વે જ રાજકોટ ખાતે સગાઈ થઈ હતી. સગીરાના આપઘાત પાછળનું કારણ જાણવા ટંકારા પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે.
