મંત્રી ડો.મનસુખ માંડવિયા કાલથી બે દિવસ રાજકોટ જિલ્લાના પ્રવાસે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા રમતગમત અને યુવા બાબતો મંત્રી ડો. મનસુખ માંડવિયા આગામી તા. 22 અને 23ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.…

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા રમતગમત અને યુવા બાબતો મંત્રી ડો. મનસુખ માંડવિયા આગામી તા. 22 અને 23ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન, તા. રરને શુક્રવારના રોજ તેઓ ધોરાજી અને ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેમાં તેમની સાથે 75-ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય ડો.મહેન્દ્ર પાડલીયા પણ ખાસ ઉપસ્થિત રહેશે. સાંજે 05:00 વાગ્યે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન હોલ ખાતે પોરબંદર, રાજકોટ અને જુનાગઢ જિલ્લાના અગ્રણી ઉધોગપતિઓ સાથે કેન્દ્રીય મંત્રી સાથે પ્રદેશના ઔધોગિક વિકાસ અને વેપાર-રોજગારને લગતા વિવિધ વિષયો પર વિસ્તૃત સંવાદ યોજાશે.

આ સંવાદ થકી સમગ્ર વિસ્તારમાં ઔધોગિક વિકાસ થાય, ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસમાં વૃદ્ધિ થાય અને લોકોના જીવનસ્તરમાં સુધારો થાય તે દિશામાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સંવાદ સાથે પોરબંદર જોબ ફેર-ર0ર6માં યુવાઓને વધુમાં વધુ રોજગારીની તક મળે તે અંગે આ વિસ્તારના ઉધોગગૃહોને સક્રિય પ્રયાસ કરવા ચર્ચા કરવામાં આવશે.

તા.23ના રોજ સવારે 10:00 વાગ્યે રાજકોટની ડિવિઝનલ ઓફિસના કોઠી કમ્પાઉન્ડમાં આવેલા રેલવે જગજીવનરામ ઈન્સ્ટિટ્યૂટ ઉપસ્થિત રહી રેલવે વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોને નિમણુંક પત્રો એનાયત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *