રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા આવતા રોડ રસ્તાઓની સ્થિતી સુધારવાની તાતી જરૂૂરિયાત હોવાથી તેમજ સ્થાનિકે વાહનોની અવર જવર પણ વધુ પ્રમાણમાં રહેતી હતી.
તેથી સ્થાનિક પ્રજાજનોને આ ખરાબ રસ્તાઓને કારણે ઘણી બધી મુશ્કેલી પડતી હતી તેથી ગ્રામ પ્રજાજનો અને લોક પ્રતિનિધીઓ દ્વારા આ રસ્તાઓના નવિનીકરણ, પેવર બ્લોક, ગટરકામ તેમજ સી.સી રોડ બનાવવા મંત્રી ભાનુબેન બાબરીયાને રજૂઆત કરવામાં આવી હતી.
મંત્રી ભાનુબેન બાબરીયાએ તેમના મત વિસ્તારના પ્રજાજનો અને લોક પ્રતિનિધીઓની રજૂઆતને ધ્યાને લઈ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોની સુરક્ષા અને સરળતા હેતુ માટે આ બાબત સત્વરે મુખ્યમંત્રી ના ધ્યાને મુકવામા આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વગ્રાહી વિકાસની નેમ સાથે લોકપ્રજાજનોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરતા ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા કોઠારીયા-કોટડા સાંગાણી રોડને જોડતા ખોખડદડ અને લોઠડા ગામના ગામતળમાં સી.સી રોડ તથા ગટરકામ તેમજ પેવરબ્લોકની કામગીરી માટે અંદાજે 1.80 કિ.મીના રોડના નવીનીકરણ માટે રૂૂ. 6.00 કરોડની સૈધ્ધાંતિક મંજુરી આપીછે.રોડ નીવીનીકરણને મંજુરી મળતા મંત્રી ભાનુબેન બાબરીયાએ સર્વે ગ્રામજનો વતી મુખ્યમંત્રી નો આભાર માન્યો હતો.
