1800 ગ્રામ ગાંજા સાથે ઝડપાયેલ બન્ને આરોપીને દાખલા રૂપ સજા કરવા સરકારી વકીલની દલીલ બાદ કોર્ટનો હુકમ
વેરાવળની સ્પેશ્યલ એડીપીએસ કોર્ટે ગાંજાની હેરાફેરીના કેસમાં બે આરોપીઓને પાંચ વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો છે. બન્ને પાસેથી 1800 ગ્રામ ગાંજા સાથે ગીર સોમનાતનાં એસઓજીના પીઆઈ અરવિંદસિંહ જાડેજા અને તેમની ટીમે 7 જુન 2023નાં રોજ ઝડપી લીધા હતાં.
જૂનાગઢના મેંદરડાના રહેવાસી સલીમ ઉર્ફે મેરૂૂભાઈ કાસમભાઈ દલ ઉ.વ.46, અને તાલાલાના સતાર મહમદભાઇ દોમાન ઉ.વ.46ને ગત તા.07/06/ર0ર3ના તાલાલા સાસણ રોડ પરથી ગીર-સોમનાથ જીલ્લા પોલીસના સ્પે.ઓપરેશન ગૃપના પી.આઈ. અરવીંદસિંહ જાડેજા સહીતના સ્ટાફ દ્વારા પીયાગો રિક્ષામાં માંદક પદાર્થ ગાંજાની હેરા ફેરી કરતા 1800 ગ્રામ ગાંજાના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડી તાલાળા પોલીસમાં બન્ને આરોપીઓ વિરૂૂધ્ધ એન.ડી.પી.એસ. એકટની કલમ 8(સી), ર0(બી), રર(બી), ર9. મુજબ ગુનો નોંધી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરેલ હતી.
આ કેસનું ચાર્જશીટ કોર્ટમાં રજુ થતા સ્પે. (એન.ડી.પી.એસ.) કોર્ટના જજ જે.જે.પંડયા ની કોર્ટમાં આવતા જીલ્લા ના મુખ્ય સરકારી વકીલ કેતનસિંહ ડી.વાળા એ સમગ્ર કેસનુ પ્રોસીકયુશન ચલાવી તેઓએ આ કેસને સાબીત કરવા માટે ફરીયાદી સહીતના અન્ય સાહેદો તેમજ પંચ વિટનેસ, એફ.એસ.એલ. ટીમ સહીતનાની મૌખીક જુબાનીઓ લીધેલ વકીલ કેતનસિંહ વાળા એ રાષ્ટ્રહિતમાં આવા આરોપીઓને સમાજમાં દાખલા રૂૂપ કડક સજા કરવામાં આવે તેવી ધારદાર દલીલો કરતા કોર્ટે ગુનાની ગંભીરતા અને રજુ કરાયેલ સાક્ષી પુરાવાઓને ધ્યાને લઈ આ કેસના આરોપીઓ સલીમ ઉર્ફે મેરૂૂભાઈ કાસમભાઈ દલ તથા સતાર મહમદભાઇ દોમાન ઉ.વ.46 ને તકસીરવાન ઠેરવ્યા હતા અને બંન્ને આરોપીઓને પાંચ-પાંચ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂૂા.પ0 હજાર દંડનો આખરી હુકમ કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
