કચ્છ અને દાહોદમાં ધરતી કંપના હળવા આંચકા, લોકોમાં ફફડાટ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યના બે અલગ-અલગ છેડાઓ પશ્ચિમમાં કચ્છ અને પૂર્વમાં દાહોદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં આજે…

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યના બે અલગ-અલગ છેડાઓ પશ્ચિમમાં કચ્છ અને પૂર્વમાં દાહોદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં આજે બપોરે 1.43 કલાકે ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં ધ્રુજારી અનુભવાઈ હતી. રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ છે. ભૂકંપનું એપીસેન્ટર ભચાઉથી અંદાજે 12 કિમી દૂર નોંધાયું હતું. બપોરના સમયે આંચકો આવતા લોકો ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા. કચ્છમાં અવારનવાર આવતા આફ્ટરશોક્સને કારણે સ્થાનિકોમાં સતત ભયનો માહોલ રહે છે.

કચ્છ બાદ પૂર્વ ગુજરાતના દાહોદ જિલ્લામાં પણ હળવો ભૂકંપ નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, આજે 05 માર્ચ 2026ના રોજ સવારે 11.55 વાગ્યે આ આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 2.5 મેગ્નિટ્યુડની તીવ્રતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ દાહોદથી આશરે 34 કિ.મી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ (ઠજઠ) દિશામાં હતું. જમીનથી અંદાજે 17.7 કિમીની ઊંડાઈએ આ હલચલ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *