જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂૂપે આજે સવારે જામનગરના પવનચક્કી થી સાધના કોલોની ના માર્ગ પર મહાનગર પાલિકાના સ્ટ્રીટ લાઈટ ના પોલ પર ગેરકાયદે રીતે લગાવવામાં આવેલા 200થી વધુ જાહેરાતના હોર્ડિંગ બોર્ડ વગેરે ઉતારી લઇ મહાનગરપાલિકા ની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત જી.જી. હોસ્પિટલ થી લાલ બંગલા સુધીના માર્ગ પર રેકડી કેબીન સહિતના અન અધિકૃત દબાણો દૂર કરી લેવામાં આવ્યા છે, અને રેકડી કેબીન કબજે કરી લેવામાં આવી છે.
ત્યારબાદ સાંજના સમયે રણમલ તળાવની પાળે પેટ્રોલ પંપથી શ્યામજી કૃષ્ણ વર્મા રોડ પર ઠંડા પીણા, જ્યુસ તથા અન્ય ખાણી પાણીના ધંધાર્થી દ્વારા ઊભા કરાયેલા મંડપની કમાન, ટેબલ, ખુરશી, સ્ટુલ વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે, અને અંદાજે બે ટ્રેક્ટર જેટલો માલ સામાન જપ્ત કરીને જામનગર મહાનગરપાલિકા ની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યો છે.
—-
