બાબરામાં રસોઇ બનાવવા મામલે આધેડની હત્યા

બાબરા નજીક ભાવનગર-રાજકોટ હાઇવે પર વધાવીયા હનુમાનજી મંદિર આગળ આવેલા બાયો ફ્યુલ કારખાનામાં ‘કાકા’ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના વતની મજૂરની હત્યાથી ચકચાર મચી છે. કારખાનામાં લોડર…

બાબરા નજીક ભાવનગર-રાજકોટ હાઇવે પર વધાવીયા હનુમાનજી મંદિર આગળ આવેલા બાયો ફ્યુલ કારખાનામાં ‘કાકા’ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના વતની મજૂરની હત્યાથી ચકચાર મચી છે. કારખાનામાં લોડર ઓપરેટર તરીકે કામ કરતા મુકેશ છગનલાલ રાણા સાથે રસોઈ બનાવવાની બાબતે માથાકૂટ થયા બાદ આરોપીએ કોશ વડે મજૂરના માથાના ભાગે ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી છે.

ઓમ ટ્રેડીંગ નામની બાયો ફ્યુલના કારખાનામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મોહિતભાઇ ચતુરભાઇ કથીરીયાએ બાબરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ભાવનગર-રાજકોટ હાઇવે પર બાયો ફ્યુલના કારખાનાનું આવેલું છે. કારખાનામાં એગ્રો વેસ્ટમાંથી બાયો કોલ બનાવવામાં આવે છે.
આ કારખાનામાં લોડર ઓપરેટર તરીકે રાજસ્થાનના બંસવાડા જિલ્લાના આડોર ગામનો મુકેશ છગનલાલ રાણા કામ કરે છે અને કારખાનામાં અલગ રૂૂમમાં રહે છે. જ્યારે ક્યારેક છૂટક મજૂરી કામે આવતા એક આધેડને બધા કાકા તરીકે ઓળખતા હતા.

હત્યાના દિવસે આધેડ કારખાનામાં મજૂરી કામે આવ્યો હતો અને રાત્રે મુકેશની રૂૂમમાં રોકાયો હતો. રાત્રે 8 વાગ્યે બંને વચ્ચે રસોઈ બનાવવાની બાબતે માથાકૂટ થઈ હતી. કાકા નામના આધેડે મુકેશભાઇને ગાળો આપી હતી. ત્યારબાદ કારખાનામાંથી મુકેશ કોશ લઈ આવી ખાટલા પર સૂતેલા આધેડના માથાના ભાગે ઉપરાછાપરી ઘા મારતા મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં સુપરવાઈઝર તાત્કાલિક બાબરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ સાથે કારખાને જઈ ઘટનાસ્થળ બતાવ્યું હતું.
પોલીસ તપાસ દરમિયાન મુકેશ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ સાથે તપાસ ચાલી રહી હતી ત્યારે બાબરા બસ સ્ટેશન પાસે મુકેશ રાણા પોતાનું બેગ લઈને ભાગવાની તૈયારીમાં હતો. તે દરમિયાન તે ઝડપાયો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન મુકેશ રાણાએ રસોઈ બનાવવાની બાબતે થયેલી માથાકૂટ બાદ આધેડ કોશ વડે માથામાં ઘા માર્યા હતા. આ દરમિયાન કારકાનામાં મજુરી કામ કરતા પરપ્રાંતિય આધેડનું મોત નિપજ્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કારખાનાના સુપરવાઈઝર સાડા નવ વાગ્યે કાચા માલનો સ્ટોક ચેક કરવા કારખાને પહોંચ્યા હતા. લોડર ઓપરેટર મુકેશની રૂૂમમાં જતાં ખાટલા પર કાકા નામના આધેડ લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. માથાના ભાગે ગંભીર ઇજા હોવાથી તેઓ બોલી કે ચાલી શકતા ન હતા. તે સમયે મુકેશ રૂૂમમાં ન હતો.
અગાઉની માથાકૂટની બાબતનું મનદુ:ખ રાખીને મુકેશ છગનલાલ રાણાએ આધેડને જાનથી મારી નાખવાનું નક્કી કર્યું હતું. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આ વાત સામે આવી હતી. જે આધેડની હત્યા થઈ છે તે મધ્યપ્રદેશના વતની છે. પરંતુ કારનામા તેમને બધા કાકા નામ તરીકે ઓળખતા હતા. હત્યા બાદ પોલીસે તેમનું નામ અને વતન અંગે તપાસ શરૂૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *