કોમનવેલ્થ ગેમમાં તલવારબાજીમાં ભારત પ્રથમ વખત ચેમ્પિયન

બ્રિટિશ સામ્રાજ્યએ જેના પર રાજ કર્યું હતું એવા 50થી વધુ દેશો તેમ જ બીજા અમુક દેશો વચ્ચેની તાજેતરની ગ્લાસગો ખાતેની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ…

બ્રિટિશ સામ્રાજ્યએ જેના પર રાજ કર્યું હતું એવા 50થી વધુ દેશો તેમ જ બીજા અમુક દેશો વચ્ચેની તાજેતરની ગ્લાસગો ખાતેની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ મેડલ સહિત કુલ 39 ચંદ્રક સાથે ચોથું સ્થાન મેળવ્યું ત્યાર બાદ હવે કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય સ્પર્ધકોએ ઐતિહાસિક અને અસાધારણ પર્ફોર્મ કર્યું છે. તલવારબાજીની આ સ્પર્ધામાં ભારત કુલ 35 મેડલ સાથે પહેલી જ વખત ઓવરઑલ ચેમ્પિયન બન્યું છે. આ વિરલ સિદ્ધિ બદલ ભારતને કોમનવેલ્થ ફેન્સિંગ ફેડરેશન તરફથી વિલ્ક્ધિસન સ્વોર્ડ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

આફ્રિકા ખંડમાં નાઇજિરિયાના લાગોસમાં આયોજિત તલવારબાજીની આ સ્પર્ધામાં કુલ 20 દેશના સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને એમાં ભારતે 13 ગોલ્ડ, આઠ સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ જીતી લીધા હતા. આ ચંદ્રકો અન્ડર-23 તથા સિનિયર કેટેગરીમાં મેળવ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ દેશોમાં ભારતે તલવારબાજીના સૌથી વધુ 67 સ્પર્ધક મોકલ્યા હતા. અન્ય 19 દેશમાં નાઇજિરિયા, ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, બોટ્સવાના, સાયપ્રસ, ઘાના, ગન્ઝી, જમૈકા, મોરિશ્યસ, નામિબિયા, કેન્યા, નોર્ધર્ન આયરલેન્ડ, પાકિસ્તાન, સિંગાપોર, સાઉથ આફ્રિકા, ગામ્બિયા, ટોગો અને વેલ્સનો સમાવેશ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *