રાજ્યભરમાં હૃદય રોગના હુમલાનુ પ્રમાપ વધી રહ્યું છે. રાજકોટમાં પણ હાર્ટ એટેકના કેસો દિનપ્રતિદીન વધી રહ્યા છે. ત્યારે આજે વધુ એક બનાવામાં કોઠારીયા રોડ ઉપર સોમનાથ સોસાયટીમાં રહેતા આધેડ સોરઠીયા વાડી સર્કલ પાસે હતા ત્યારે હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ ઉપર સોમનાથ સોસાયટીમાં રહેતા અને મંડપ સર્વિસમાં નોકરી કરતા વજેશગભાઈ લખુભાઈ રાઠોડ નામના 53 વર્ષના આધેડ બપોરના સમયે સોરઠીયાવાડી સર્કલ પાસે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા આધેડને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી આધેડનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. મૃતક આધેડ બે ભાઈ અને એક બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
