શહેરમાં હાર્ટએટેકના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં મોરબી રોડ પર આધેડનું અને મેંગો માર્કેટ પાછળ પ્રોઢનું હાર્ટએટેકથી મોત થતા પરિવારજનો આઘાતમાં ગરક થઇ ગયા હતા.
આ ઘટનાની વિગત એવી છે કે, માલીયાસણ રહેતા નરેન્દ્રભાઈ હંસરાજભાઇ વેકરીયા (ઉ.વ.48) મોરબી રોડ પર ખોડલધામ પાર્કમાં આવેલા પ્લોટમાં પાણી છાંટી રયા હતા. દરમ્યાન તેમનું રદથ બેસી જતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું મોત નિપજયુ હતું. મૃતક બે ભાઇ અને 1 બહેનમાં વચેટ હતા તેમજ તેઓ પરિણીત હોવાનું તથા સંતાનમાં 1 દીકરી અને 1 દીકરો હોવાનું માલૂમ પડયુ છે.
બીજા બનાવમાં મેંગો માર્કેટ પાછળ ખોડલધામમાં રહેતા ભીખાભાઇ હીરાભાઈ પીપળીયા (ઉ.વ.57) ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમણે દમ તોડી દીધો હતો.તેઓ પરિણીત હોવાનું તથા સંતાનમાં 2 પુત્ર હોવાનું તેમજ 2 ભાઇ અને 5 બહેનમાં મોટા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં હાર્ટએટેકને લીધે તેમનું મોત થયાનું ખુલ્યુ છે.
