લક્ષ્મીનગર ગામ નજીક ટ્રાન્સપોર્ટનગરમાં ગેરેજ પાસે 43 વર્ષીય આધેડને હાર્ટ એટેક આવતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
ઉત્તરપ્રદેશના આગ્રા જીલ્લાના વતની શુભાષભાઈ ગુલાબસિંહ ચાહર (ઉ.વ.43) નામના આધેડ તા. 24 ઓગસ્ટના રોજ મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ટ્રાન્સપોર્ટનગરમાં ગેરેજ પાસે હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
વીજશોક લાગતા મોત
રવાપર નદી ગામ નજીક નવા બનતા સિરામિક કારખાનામાં વીજશોક લાગતા 18 વર્ષના યુવાનનું મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. મોરબીના રવાપર નદી ગામે કિયા સિરામિક પાસે નવા બનતા કારખાનામાં સુનીલભાઈ સબળસિંગ મીણા (ઉ.વ.18) નામના યુવાનને વીજશોક લાગતા મોત થયું હતું તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
