મંડપ સર્વિસમાં ગુડઝ લિફ્ટ તૂટતાં ખાડામાં પડી જતાં આધેડનું મોત

  શહેરની ભાગોળે નવાગામમાં મંડપ સર્વિસમાં બેટી રામપરાના આધેડ ગુડઝ લીફટ અધ્ધવચ્ચે રાખીને કાપડના તાકા ઉતારતા હતા ત્યારે દોરડું તૂટતા લીફટ પડતા આધેડનું ખાડામાં પડી…

 

શહેરની ભાગોળે નવાગામમાં મંડપ સર્વિસમાં બેટી રામપરાના આધેડ ગુડઝ લીફટ અધ્ધવચ્ચે રાખીને કાપડના તાકા ઉતારતા હતા ત્યારે દોરડું તૂટતા લીફટ પડતા આધેડનું ખાડામાં પડી જતા મોત નીપજયું છે. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના બેટી રામપરા ગામે રહેતા અને ઘરે બેઠા મંડપ સર્વિસનું સિલાઇકામ કરતા દિનેશભાઇ લક્ષ્મણભાઇ મકવાણા (ઉ.વ.50) નામના આધેડ આજે સવારે નવાગામ આવાસ યોજના કવાર્ટર પાસે શ્રીનાથજી મંડપ સર્વિસમાં ગુડઝ લીફટને અધ્ધવચ્ચે રાખી લીફટમાંથી કાપડના તાકા ઉતારતા હતા ત્યારે લીફટનું દોરડું તુટતા લીફટ પગ પર પડતા દિનેશભાઇ લીફટના ખાડામાં પડી જતા તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.

પરંતુ ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણા ગયાનું જાહેર કર્યું હતું. આ અંગે સિવલી ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી. ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક દિનેશભાઇ ત્રણ ભાઇ ત્રણ બહેનમાં મોટા અને તેમને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનું જાણવા મળ્યું છ. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *