ગૃહકંકાસથી કંટાળી આપઘાત કરવા નીકળેલી યુવતીને મેટોડા પોલીસે સમયસુચકતાથી બચાવી

મેટોડામાં ગૃહ કંકાસથી કંટાળેલી એક યુવતી જિંદગીનો અંત આણવા ઘરેથી નીકળી ગઈ હતી, જોકે મેટોડા પોલીસની સમય સૂચકતાથી યુવતીને ગણતરીની કલાકોમાં જ માધપર ચોકડી પાસેથી…

મેટોડામાં ગૃહ કંકાસથી કંટાળેલી એક યુવતી જિંદગીનો અંત આણવા ઘરેથી નીકળી ગઈ હતી, જોકે મેટોડા પોલીસની સમય સૂચકતાથી યુવતીને ગણતરીની કલાકોમાં જ માધપર ચોકડી પાસેથી શોધી કાઢી તેને જિંદગીની મહામૂલ્ય કિંમત વિશે સમજ આપી પરિવારને સોંપતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હિમકરસિંહ દ્વારા લોકોને જરૂૂરી મદદરૂૂપ થવા માટે તથા જિંદગીમાં મળેલી નિરાશાના કારણે પોતાનું જીવન ટુંકાવી આત્મહત્યાના પ્રયાસો કરતા તથા આત્મહત્યા કરવા જઇ રહેલા લોકોને બચાવી નવુ જીવન આપી મદદરૂૂપ થવા માટેની આપેલ જરૂૂરી સુચનાથી ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના પીઆઈ એસ.એચ.શર્માની રાહબરીમાં મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી યુવતી ઘરકંકાસના કારણે કંટાળીને ગઈકાલે વહેલી સવારના પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગયેલ હતી.

જેથી તેના પિતાએ ફોન કરતા પોતે આત્મહત્યા કરવા જાય છે અને મને કોઇ શોધવા આવશો નહી તેમ જણાવતા યુવતીના પિતાએ પોલીસ સ્ટેશન પર આવી જાણ કરતા તુરત જ એએસઆઇ ભુમીકાબેન વ્યાસ અને ટીમે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ મહિલાને ટેકનીકલ અને હ્યુમન સોર્સીસની મદદથી યુવતીને માધાપર ચોકડી પાસેથી શોધી કાઢી પોલીસ સ્ટેશન ખાતે લાવી ભવિષ્યમાં આવુ પગલુ ન ભરે અને મહામુલ્ય માનવ જિંદગીનું મહત્વ સમજી આત્મહત્યા જેવુ પગલુ ન ભરે તે માટે તેનુ જરૂૂરી કાઉન્સલીંગ કરી તેના પરીવાર સોંપી આપેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *