પ્રસિદ્ધ ફૂટબોલર લિયોનલ મેસીના તાજેતરના ભારત પ્રવાસને લઈને રાજકીય અને સામાજિક ચર્ચા તેજ બની છે. આ મુદ્દે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કડી ખાતે યોજાયેલી ઓમકાર મિશનની એક સભામાં બોલતાં નીતિન પટેલે નવી પેઢીમાં વધતી જઈ રહેલી દેશના ઇતિહાસ અને વારસા પ્રત્યેની અજ્ઞાનતા પર કડક પ્રહાર કર્યા હતા.
સભામાં પોતાના ભાષણ દરમિયાન નીતિન પટેલે કહ્યું હતું કે, આજની નવી પેઢીને દેશની આઝાદીમાં કોણે શું યોગદાન આપ્યું તેની પૂરતી જાણકારી નથી. તેમણે જણાવ્યું કે, “આપણા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ, મહાન નેતાઓ અને બલિદાનો વિશે યુવાનો અજાણ છે. જ્યારે બહારના દેશના ખેલાડીઓ અને સેલિબ્રિટીઝને આપણે અતિશય મહત્વ આપીએ છીએ. લિયોનલ મેસીના ભારત પ્રવાસનું ઉદાહરણ આપતાં નીતિન પટેલે કહ્યું કે, “વિશ્વવિખ્યાત ફૂટબોલર લિયોનલ મેસી ભારત આવ્યો અને 50 કરોડ રૂૂપિયા લઈને ગયો.
અહીં આપણા પોતાના લોકો 5 લાખ રૂૂપિયા માટે પણ ફાંફા મારે છે. તેમણે આ વાત દ્વારા સમાજમાં વધતી આર્થિક અસમાનતા અને પ્રાથમિકતાઓ પર સવાલ ઉઠાવ્યો હતો. નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, મેસી સાથે ફોટો ખેંચાવા માટે પણ લોકો 10 લાખ રૂૂપિયા આપવા તૈયાર હતા અને તેના માટે લાંબી લાઈનો લાગી હતી. આ વાત તેમણે સમાજમાં વિદેશી સેલિબ્રિટીઝ પ્રત્યેની અંધભક્તિ દર્શાવવા માટે કહી હતી. તેમણે કહ્યું કે, “આપણે કોણ છીએ, આપણું શું છે, આપણા દેશનો ઇતિહાસ શું છે એ આપણા લોકોને ખબર હોવી જાઈએ.”
તેમના ભાષણ દરમિયાન તેમણે ભારપૂર્વક કહ્યું કે, દેશની સંસ્કૃતિ, વારસા અને ઇતિહાસ પ્રત્યે ગૌરવભાવ જગાવવો જરૂૂરી છે. જો નવી પેઢી માત્ર ચમકદાર નામો અને વિદેશી ચહેરાઓ પાછળ દોડી જશે, તો દેશના મૂળ મૂલ્યો ભૂલાઈ જશે. તેમણે શિક્ષણ અને સંસ્કાર પર પણ ધ્યાન આપવાની જરૂૂરિયાત દર્શાવી હતી. નીતિન પટેલનું આ નિવેદન સામે આવ્યા બાદ રાજકીય ચર્ચા તેજ બની છે. કેટલાક લોકો તેમના નિવેદનને દેશભક્તિ અને આત્મમંથન તરીકે જાઈ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને વિવાદાસ્પદ ગણાવી રહ્યા છે. જાકે, આ નિવેદન દ્વારા એક મહત્વપૂર્ણ ચર્ચા જરૂૂર શરૂૂ થઈ છે કે, શું આપણે આપણા દેશના મહાન ઇતિહાસને ભૂલી રહ્યા છીએ?
