ધો.1થી 5માં તા.17મે અને ધો.6થી 8માં તા.30 જૂને વિદ્યાસહાયકનું મેરીટ જાહેર થશે

રાજ્ય સરકાર શાળાઓમા શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે પરીક્ષાલેવામાં આવી હતી. જેના મેરીટ અને ફાઇનલ મેરીટ તેમજ જિલ્લા પસંદગીની તારીખો જાહેર કરવામાં આવી છે. શાળાઓમાં…

રાજ્ય સરકાર શાળાઓમા શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે પરીક્ષાલેવામાં આવી હતી. જેના મેરીટ અને ફાઇનલ મેરીટ તેમજ જિલ્લા પસંદગીની તારીખો જાહેર કરવામાં આવી છે. શાળાઓમાં તા.5મેથી ઉનાળુનું વેકેશન શરૂ થશે તે અગાઉ ભરતીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે શિક્ષણ વિભાગ અને સરકાર દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

શિક્ષકોની ભરતીને લઈને મહત્વની જાહેરાત થઇ છે વિદ્યાસહાયક માટે મેરીટની તારીખ જાહેર કરવામાં આવી છે તેમજ જિલ્લા પસંદગી માટેની તારીખો પણ જાહેર કરાઈ છે, ધોરણ 6-8 માં 30 જૂન ફાઇનલ મેરીટ આવશે જિલ્લા પસંદગી 5 જૂન થશે ધોરણ 1-5 માં 17 મે ફાઇનલ મેરીટ આવશે જ્યારે 22 મે જિલ્લા પસંદગી શરૂૂ થશે. અત્રે જણાવીએ કે, ખાસ દિવ્યાંગ ભરતીમાં 5 મે મેરીટ આવશે અને 10 મેથી જિલ્લા પસંદગી થશે
અગાઉ રાજ્યમાં જૂના શિક્ષકોની 4 હજાર જગ્યા માટે શાળા ફાળવણી કરવામાં આવી હતી.

જૂના શિક્ષકોને શાળા ફાળવણી કરવામાં આવી છે. 9 માર્ચે ઉમેદવારોને નિમણૂક હુકમ આપવામાં આવ્યા હતા. તાજેતરમાં ભરતી માટે 4532 અરજી મળ્યા બાદ મેરિટ જાહેર કરાયું હતું. જેમાં 9 માર્ચના રોજ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા બાદ 12 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી દરમિયાન શાળા પસંદગીનો તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં, શાળા પસંદગીની કામગીરી પણ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે, આ બધાની વચ્ચે ફરી એકવાર વિદ્યાસહાયક ભરતીનો મેરીટ લિસ્ટ અને જિલ્લા પસંદગી કરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *