ખંભાળિયાના વિરમદળ ગામે માનસિક બીમાર યુવાને કૂવામાં પડી આપઘાત

મધ્યપ્રદેશ રાજ્યના જામવા જિલ્લાના રાણાપુર તાલુકાના મૂળ રહીશ હાલ ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામની સીમમાં રહી અને મજૂરી કામ કરતા અશ્વિન અજમેરભાઈ ડામોર નામના 25 વર્ષના…


મધ્યપ્રદેશ રાજ્યના જામવા જિલ્લાના રાણાપુર તાલુકાના મૂળ રહીશ હાલ ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામની સીમમાં રહી અને મજૂરી કામ કરતા અશ્વિન અજમેરભાઈ ડામોર નામના 25 વર્ષના યુવાનનો મૃતદેહ ગામની સીમમાં આવેલા એક વાડીના કૂવામાંથી મળી આવ્યો હતો. આ બનાવ અંગે રાણાપુર તાલુકાના મૂળ વતની ગુડુભાઈ ધનસિંગ ડામોરએ ખંભાળિયા પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ મૃતક અશ્વિનભાઈને છેલ્લા એકાદ માસથી માનસિક બીમારી હોવાથી તે અવારનવાર નસ્ત્રમારે મરી જવું છેસ્ત્રસ્ત્ર તેમ કહેતો હતો.
આ વચ્ચે તેણે સોમવારે મોડી સાંજના સમયે કુવામાં આડા રાખેલા ઈલેક્ટ્રીક પોલમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. પરંતુ દોરડું તૂટી જતા તે કુવાના પાણીમાં પડી ગયો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે ખંભાળિયા પોલીસે જરૂૂરી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.


મીઠાપુર નજીક બાઇકની અડફેટે બે બંધુઓ ઘવાયા
મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા યશ અશોકભાઈ ગોહેલ નામના 23 વર્ષના યુવાન તેમના ભાઈ વિશાલને સાથે લઈને જી.જે. 37 એલ. 6815 ના એક્ટિવા સ્કૂટર પર જઈ રહ્યા હતા. ત્યારે નેતરના પુલ નજીક પહોંચતા આ સ્થળેથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે.37 ડી. 5219 નંબરના સ્પ્લેન્ડર મોટર સાયકલના ચાલકે ટ્રકને ઓવરટેક કરતી વખતે સામેથી યશના એક્ટિવા મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.આ ટક્કરમાં બંને ભાઈઓને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે યશ ગોહેલની ફરિયાદ પાસે સ્પ્લેન્ડરના ચાલક સામે ગુનો નોંધ્યો છે.


ખંભાળિયામાં રાત્રિના સમયે અજાણ્યા વાહનની ઠોકરે એડવોકેટ યુવાન ઈજાગ્રસ્ત
ખંભાળિયાના બેઠક રોડ વિસ્તારમાં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા સંજયભાઈ વેજાણંદભાઈ આંબલીયા નામના 31 વર્ષના યુવાનને સોમવારે રાત્રિના સમયે તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા મોટરસાયકલ ચાલકે તેમની સાથે ધડાકાભેર અકસ્માત સર્જી, નાસી છૂટ્યો હતો.આ બનાવ અંગે ઈજાગ્રસ્ત એડવોકેટ સંજયભાઈ આંબલીયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *