મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા અને પ્રતાપભાઈ વાળાની સંયુક્ત યાદી જણાવે છે કે ગુજરાત રાજ્યના એસ.ટી બસ સ્ટેશન માં ઢોર અને કુતરા નો અનહદ ત્રાસ છે. અમુક એસ.ટી બસ સ્ટેશન તો જાણે કે તબેલો હોય અને કુતરાઓ માટેના આશ્રયસ્થાન બન્યા છે. એનિમલ હોસ્ટેલ જેવા ગણાતા આ બસ સ્ટેશનમાં મુસાફરોની હાલત ક્ફોડી બને છે. તાલુકા લેવલના એસ.ટી બસ સ્ટેશન તો ઠીક પરંતુ મેગાસિટી ગણાય એવા શહેરોમાં પણ હજારો મુસાફરોની અવર-જવર હોય છે ત્યાં ઢોર કુતરાના ત્રાસ એસ.ટી બસ સ્ટેશનમાંથી દૂર થયા નથી.
તાજેતરમાં જામનગર એસ.ટી બસ સ્ટેશનમાં હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા ની વિઝીટ દરમિયાન જોયું તો જ્યાં મુસાફરોને બેસવાની સીટીંગ વ્યવસ્થા હતી ત્યાં કુતરાઓએ અડીંગા જમાવ્યા હતા. અને જ્યાં એસ.ટી બસ સ્ટેશનમાં મેદાનમાં જ્યાં મુસાફરો અને બસોની સતત અવરજવર રહેતી હતી ત્યાં કુતરાઓના ટોળેટોળા જોવા મળતા ગજુભાએ જામનગર એસ.ટી ડેપોમાં થી ટ્રાફિક કંટ્રોલર પાસેથી ફરિયાદ બુક લઇ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ તેમની ફરિયાદો નોંધવાની પોથી (પરિશિષ્ટ અ) મુજબ ફરિયાદ નંબર 268774 થી ફરિયાદ કરી છે.
અને આ ફરિયાદની કોપી મેનેજર અને વિભાગીય નિયામકને મોકલી ટેલિફોનિક વાત કરી હતી ટેલીફોનિક વાતચીતમાં ડેપો મેનેજરે જણાવ્યું હતું કે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ પૂરો થતાં સવારે 9 થી 5 ચોકીદાર હોય છે પરંતુ ત્યારબાદ ઢોર કૂતરાઓ ઘૂસી જતા હોય છે. જેની સામે ગજુભા એ જણાવ્યું હતું કે આ સરકારી જવાબ છે આપને જે કાંઈ કહેવાનું થતું હોય તે મેં કરેલ ફરિયાદના અનુસંધાનમાં લેખિતમાં સ્પષ્ટતા કરશો. ઢોર કુતરા અંદર ઘૂસી જાય એસ.ટી બસ સ્ટેશનના સીટી ફૂટેજ મેળવી બેદરકારી અને લાપરવાહી દાખવનાર જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા પણ ફરિયાદમાં જણાવ્યું છે.
