સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ રખડતા શ્વાન (Stray Dogs)ની સમસ્યા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુઓ મોટો (Suo Motu) રિટ પિટિશનની સુનાવણી દરમિયાન એમિકસ ક્યુરી દ્વારા એક ચોંકાવનારો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ મુજબ, ગુજરાતના 34 જિલ્લાઓમાંથી 13 જિલ્લાઓમાં હજુ પણ એનિમલ બર્થ કંટ્રોલ (ABC- રસીકરણ અને ખસીકરણ) સેન્ટર્સ ઉપલબ્ધ નથી. આ ગંભીર બાબતે રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટમાં એક સોગંદનામું (એફિડેવિટ) રજૂ કરવામાં આવ્યું છે. જેમાં સરકારે રાજ્યમાં 29 નવા અઇઈ સેન્ટર્સ શરૂૂ કરવાની દરખાસ્ત મૂકી છે. આ નવા સેન્ટર્સ એવા જિલ્લાઓને આવરી લેશે જ્યાં હાલમાં કોઈ સુવિધા નથી, સાથે જ 12 જિલ્લાઓમાં એકથી વધુ સેન્ટર્સ શરૂૂ કરવામાં આવશે. સુનાવણી દરમિયાન એમિકસ ક્યુરીએ રજૂઆત કરી હતી કે રખડતા શ્વાનની વસ્તીને નિયંત્રિત કરવા માટે કામ કરતી સંસ્થાઓ પાસે એક યોગ્ય અને અસરકારક મિકેનિઝમ હોવું જરૂૂરી છે, કારણ કે માત્ર સત્તાવાળાઓ દ્વારા થતું નિરીક્ષણ પૂરતું નથી.
રાજ્ય સરકારે કોર્ટને વધુમાં માહિતી આપી હતી કે, સમગ્ર ગુજરાતમાં રખડતા શ્વાનની વધુ અવરજવર અને સમસ્યા હોઈ શકે તેવા 79,150 સ્થળો અને સંસ્થાઓની ઓળખ કરવામાં આવી છે. તેમાં 7,748 શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (ULB) અને 71,402 રાજ્ય સરકારના વિભાગોની જગ્યાઓ (જેમાં શાળા-કોલેજો, સરકારી કચેરીઓ, હોસ્પિટલો અને બસ ડેપો) સામેલ છે. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાના પાલન અને દેખરેખ માટે રાજ્યભરમાં કુલ 6,478 નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે.સત્તાવાળાઓએ કોર્ટને જણાવ્યું હતું કે, રાજ્યભરની વિવિધ સંસ્થાઓમાંથી અત્યાર સુધીમાં 754 વખત રખડતા શ્વાનને પકડવાની કામગીરી કરવામાં આવી છે અને 7,130 સંસ્થાઓને શ્વાન મુક્ત જાહેર કરવામાં આવી છે. આ સુનાવણી દરમિયાન એમિકસ ક્યુરીએ હડકવાની રસી (અક્ષશિં-છફબશયત ટફભભશક્ષય) ના જથ્થા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
જેના જવાબમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદ જેવા શહેરોમાં શ્વાનને પકડવાની અસરકારક વ્યવસ્થા હોવાથી હડકવા વિરોધી રસીની માંગમાં ઘટાડો નોંધાયો છે. હાલમાં અમદાવાદની અસારવા અને સોલા સિવિલ હોસ્પિટલ પાસે રસીના લગભગ 100 જેટલા યુનિટ ઉપલબ્ધ છે, જ્યારે રાજ્યભરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (ઙઇંઈત) ખાતે બે થી ત્રણ યુનિટનો સ્ટોક નિયમિત રીતે જાળવી રાખવામાં આવે છે.
