મર્દ કો ભી દર્દ હોતા હૈ, ઔર જાન લે લેતા હૈ

તાજેતરમાં બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે પત્ની સહિત સાસરિયાના ત્રાસથી જિંદગી ટૂંકાવી દીધી હોવાના બનાવે સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી. એવામાં સુરતમાં પણ પત્ની પીડિત પુરુષોએ…

તાજેતરમાં બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે પત્ની સહિત સાસરિયાના ત્રાસથી જિંદગી ટૂંકાવી દીધી હોવાના બનાવે સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી. એવામાં સુરતમાં પણ પત્ની પીડિત પુરુષોએ અતુલ સુભાષને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે હાથમાં અલગ-અલગ બેનરોસાથે પત્ની પીડિત પુરુષોએ વિરોધ વ્યક્ત કરવા સાથે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

હકીકતમાં અતુલ સુભાષે અંતિમ પગલું ભરતા પહેલા એક સ્યુસાઈડ નોટ લખવા સાથે અંતિમ વીડિયો બનાવ્યો હતો.જે વાયરલ થતાં સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. સુરતમાં પણ પત્ની પીડિત પુરુષો દ્વારા અતુલ સુભાષને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલાઓની માફક પુરુષો માટે પણ એક આયોગ બને તેવી માંગ ઉઠી હતી.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન પત્ની પીડિત પુરુષોના હાથમાં- મર્દ કો ભી દર્દ હોતા હૈ, ઔર જાન લે લેતા હૈ, પક્ષપાતી કાળા કાયદા દૂર કરોCrime Has No Gender, Mens Right Are Human Rights, We Want Justice For Atul Subhash, Man Is Not ATM, , એકતરફી કાયદા હટાવો, પુરુષ બચાવોથના બેનર જોવા મળ્યા હતા.આ અંગે વિરોધ કરી રહેલા ચિરાગ ભાટીયાએ જણાવ્યું કે, અતુલ સુભાષે પોતાના પર થયેલા ખોટા કેસના કારણે આપઘાત કર્યો હતો. જેથી તેને ન્યાય મળે તે માટે અમે વિરોધ કરી રહ્યા છીએ. અત્યારે એવું થાય છે કે, કેટલીક મહિલાઓ પુરુષો પર ખોટા કેસ કરી દેતી હોય છે. આ કેસ ખોટો સાબિત થયા બાદ મહિલા સામે દંડની કોઈ જોગવાઈ જ નથી. આથી અમારી સંસ્થાની માંગ છે કે, પુરુષો માટે પણ એક આયોગ બને.

જેથી પુરુષોને ન્યાય મળી શકે.
અહીયા જેટલા લોકો એકઠા થયા છે, તે તમામની પત્નીઓએ પણ કોર્ટમાં કેસ કર્યો છે, જેથી અમે સતત કોર્ટના ધક્કા ખાઈ રહ્યાં છીએ. અમારી ભૂલ ના હોવા છતાં અમેરા સાબિત કરવું પડે છે કે, અમારી સાથે ખોટું થયું છે. જે બાદ પણ અમારે ખર્ચો આપવો પડે છે. આમ છતાં અમારી પત્ની અમને બાળકોને મળવા પણ દેતી નથી. અમારી પાસે સેટલમેન્ટના નામે પૈસા માંગવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *