જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. જિલ્લા કંટ્રોલ રૂૂમ અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ તાલુકા મથકોમાં જોડિયા તાલુકામાં સૌથી વધુ 23 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે લાલપુરમાં 20 મી.મી., કાલાવડમાં 13 મી.મી., ધ્રોલમાં 11 મી.મી., જામનગરમાં 4 મી.મી. તથા જામજોધપુરમાં 3 મી.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સમગ્ર જિલ્લાનો સરેરાશ વરસાદ 12.33 મી.મી. નોંધાયો છે.
જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના પી.એચ.સી.વાર વરસાદના અહેવાલ મુજબ હડિયાણા પી.એચ.સી. વિસ્તારમાં સૌથી વધુ 30 મી.મી. વરસાદ નોંધાયો છે. ઉપરાંત મોટાપાંચદેવડા ખાતે 48 મી.મી., મોટી બાણુગારમાં 25 મી.મી., બાલંભા અને નવાગામમાં 15-15 મી.મી., અલીયાબાડા, જાળીયાદેવાણી અને જામવાડી ખાતે 12-12 મી.મી., મોટી ભલસાણ, ભલસાણ બેરાજ અને જામવંથલી ખાતે 10-10 મી.મી. વરસાદ નોંધાયો છે. ફલ્લા અને વાંસજાળીયામાં 9-9 મી.મી., ખરેડીમાં 8 મી.મી., મોડપરમાં 7 મી.મી., શેઠ વડાળામાં 7 મી.મી. તેમજ સમાણા, ધ્રાફા, પરડવા સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જ્યારે પીઠડ, પડાણા અને લૈયારા વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસાદ નોંધાયો નથી. ચાલુ ચોમાસામાં અત્યાર સુધીમાં તાલુકાવાર વરસાદની વાત કરીએ તો જામજોધપુર તાલુકામાં સૌથી વધુ 193 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે કાલાવડમાં 65 મી.મી., જોડિયામાં 44 મી.મી., લાલપુરમાં 39 મી.મી., ધ્રોલમાં 36 મી.મી. અને જામનગર તાલુકામાં 27 મી.મી. વરસાદ નોંધાયો છે. સમગ્ર જિલ્લાનો મોસમનો સરેરાશ વરસાદ 67.33 મી.મી. નોંધાયો હોવાનું જિલ્લા કંટ્રોલ રૂૂમના અહેવાલમાં જણાવાયું છે.
પી.એચ.સી. વિસ્તારોમાં મોસમના કુલ વરસાદમાં નવાગામ 165 મી.મી. સાથે મોખરે છે. ત્યારબાદ વાંસજાળીયામાં 164 મી.મી., સમાણામાં 140 મી.મી., જામવાડીમાં 124 મી.મી., ધ્રાફામાં 111 મી.મી. અને પરડવામાં 110 મી.મી. વરસાદ નોંધાતા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની સારી શરૂૂઆત થઈ હોવાનું ચિત્ર સામે આવ્યું છે.
જામનગર શહેરમાં ગઈ રાત્રે આખરે મેઘરાજાની પુન: પધરામણી થતાં લોકો પ્રફુલિત થયા
જામનગર શહેરમાં મેઘરાજા દરરોજ હાથ તાળી આપીને ચાલ્યા જતા હતા પરંતુ ગઈકાલે રાત્રિના 9.30 વાગ્યા બાદથી ધીમીધારે વરસાદી છાંટા શરૂૂ થયા હતા, અને મોટું વરસાદી ઝાપટું વરસી ગયું હતું, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
આજે પણ વરસાદી માહોલ બંધાયેલો છે, અને વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. નગરજનો પણ મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.
