સૌથી વધુ સુરેન્દ્રનગરના સાથલામાં 2.32 ઇંચ સાથે થયા શ્રીગણેશ, મહિસાગરના કડાણામાં એક ઇંચ પડ્યો: વઢવાણ, ચોટીલા, થાનગઢ સહિતના વિસ્તારોમાં પણ હળવાથી ભારે ઝાપટા પડ્યા
ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમન પૂર્વે જ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે અને વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે પ્રિ-મોન્સૂન વરસાદી માહોલ જામ્યો છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર અહેવાલ મુજબ, તારીખ 3 અને 4 જૂન 2026 ના 22 કલાક દરમિયાન રાજ્યના 10 જુદા જુદા જિલ્લાના કુલ 21 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આ વરસાદી આંકડાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા તાલુકા મથક 2.32 ઇંચ વરસાદ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યું છે, જ્યારે મહીસાગર જિલ્લાના કડાણામાં પણ 1.02 ઇંચ જેટલો સારો વરસાદ વરસી ગયો છે. આ કવખતના વરસાદને પગલે ઉનાળાની આકરી ગરમીથી તોબા પોકારી ઉઠેલા નાગરિકોને મોટી રાહત મળી છે અને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.
રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલ રૂૂમના આંકડા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના સાયલા તાલુકામાં ચાર કલાકના સમયગાળામાં જ ધોધમાર 2.32 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત, સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય વિસ્તારોની વાત કરીએ તો વઢવાણ તાલુકામાં રાત્રે 0.16 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ચોટીલા અને થાનગઢ તાલુકામાં પણ રાત્રે ઝાપટાં પડ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના પોશિના તાલુકામાં બપોરે 14:00 થી 16:0- ના ગાળામાં 0.28 ઇંચ અને વિજયનગર તાલુકામાં સાંજે 16:00 થી 18:0- દરમિયાન 0.0 ઇંચ વરસાદ નોંધાયો હતો. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સાંજે 18:00 થી 20:00 વચ્ચે 0.2 ઇંચ વરસાદ વરસી ગયો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા ગીર સોમનાથના પાટણ-વેરાવળ તાલુકામાં મધ્યરાત્રિ બાદ 24:0- થી 02:0- વાગ્યાના સમયગાળામાં 0.31 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આદિવાસી બેલ્ટ ધરાવતા દાહોદ જિલ્લાના સંજેલીમાં 0.16 ઇંચ, ફતેપુરામાં 0.12 ઇંચ અને દેવગઢબારિયા તાલુકામાં રાત્રે 20:00 થી 22:0- દરમિયાન 0.08 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં રાત્રે 22:0- થી 24:0- દરમિયાન 0.04 ઇંચ અને અરવલ્લી જિલ્લાના સાઠંબા વિસ્તારમાં પણ રાત્રે 20:00 થી 22:0- વાગ્યાના સુમારે 0.04 ઇંચ વરસાદી હાજરી નોંધાઈ હતી.
મહિસાગર, પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી ઝાપટાં
સુરેન્દ્રનગર બાદ મહીસાગર જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મહીસાગરના કડાણા તાલુકામાં સાંજે 18:00 થી 20:0- વાગ્યા દરમિયાન 1.02 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ જ જિલ્લાના સંતરામપુર તાલુકામાં પણ સાંજે 18:00 થી 20:0- ના ગાળામાં 0.79 ઇંચ અને ગોધર તાલુકામાં 0.2 ઇંચ વરસાદ પડ્યો હતો. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં સાંજે 18:00 થી 22:00 વાગ્યા દરમિયાન 0.51 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે મોરવા (હડફ) માં 0.16 ઇંચ અને શહેરા તાલુકામાં 0.08 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકામાં સાંજે 16:00 થી 18:0- દરમિયાન 0.83 ઇંચ અને ડીસા તાલુકામાં સવારે 06:00 થી 08:0- વાગ્યાના પ્રારંભિક ગાળામાં જ 0.08 ઇંચ વરસાદ પડ્યો હતો.
