શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ, મોડી રાત્રે ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી
શહેરનાં યુનિવર્સીટી રોડ પર આવેલ એજી ચોકમા ધ એમ્પોરીયા બીલ્ડીંગમા બીજા માળે આવેલી આઇડીબીઆઇ બેન્કમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી હતી. મોડી રાત્રે આગની ઘટના બનતા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું. આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી આગને બુઝાવી નાખી હતી. આ ઘટનામા કોઇ જાનહાની થઇ નહોતી અને નુકસાનીનો આંક જાણવા નહી મળ્યો હોવાનુ ફાયર વિભાગે જણાવ્યુ હતુ.
રાજકોટ શહેરના યુનીવર્સીટી રોડ પર આવેલા એજી ચોક નજીક આગની ઘટના આવી સામે આવતા નાસભાગ મચી હતી. આઇ.ડી. બી. આઇ. બેન્કમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. મોડી રાત હોવાથી મોટી જાનહાની અટકી છે. જોકે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કરાયા છે. આગ ઉપરના માળે લાગી હોવાથી ફાયર વિભાગને આગ બુજાવવામાં મુશ્કેલી પડી હતી.
ભારે જહેમત બાદ આગ આવી કાબૂમાં લેવામાં આવી છે. રાજકોટ શહેરના યુનીવર્સીટી રોડ પર આવેલા એજી ચોક પર આવેલી આઇડીબીઆઇ બેન્કમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. મોડી રાત્રે આગની ઘટના બનતા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું. આગ પર કાબૂ મેળવવા ફાયર વિભારે ભારે જહેમત ઉઠાવી હતી. જોકે રાત્રીના સમયે બનેલી આ ઘટનામાં મોટી કોઈ જાનહાની થઈ નથી. જોકે બેન્કમાં કેટલી નુકસાની આવી તેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
આ આગની ઘટના મામલે કયા કારણો સર આગ લાગી છે તે જાણી શકાયું નથી. જોકે પ્રથમિક તપાસમાં બેન્કમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બેન્ક રાત્રે બંધ હોવાથી કોઈ કર્મચારી હાજર ન હોવાથી મોટી જાનહાની થતા ટળી છે. મોડી રાત્રે લાગેલી આગ પર ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂ લેતા લોકોએ રાહત અનુભવી છે. આ આગની ઘટનામા ફાયર બ્રીગેડ તરફથી નુકસાનીનો આંક જાણવા મળ્યો નહોતો તેમજ આગની ઘટનાથી રાત્રીનાં સમયે લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા.
