રાજકોટ સહિતના શહેરોમાં રેસ્ટોરન્ટો પર ઇન્કમટેક્સનું મેગા સર્ચ

આવકવેરા વિભાગે રેસ્ટોરન્ટ્સ દ્વારા કથિત સેલ્સ સપ્રેશન અને ટેક્સ ચોરીની રાષ્ટ્રવ્યાપી તપાસ શરૂૂ કરી છે, જેનો અંદાજ રૂૂ. 70,000 કરોડનો છે. ગુરુવારે રાજકોટ, અમદાવાદ અને…

આવકવેરા વિભાગે રેસ્ટોરન્ટ્સ દ્વારા કથિત સેલ્સ સપ્રેશન અને ટેક્સ ચોરીની રાષ્ટ્રવ્યાપી તપાસ શરૂૂ કરી છે, જેનો અંદાજ રૂૂ. 70,000 કરોડનો છે. ગુરુવારે રાજકોટ, અમદાવાદ અને સુરતમાં બિલિંગ સોફ્ટવેર અને ક્લાઉડ-આધારિત સિસ્ટમ્સની તપાસ માટે સર્ચ કરવામાં આવ્યા હતા. રાજકોટમાં આ કાર્યવાહી ખાસ નોંધપાત્ર રહી છે, કારણ કે સ્થાનિક રેસ્ટોરન્ટ્સ અને તેમની બિલિંગ પ્રેક્ટિસ પર વિભાગની નજર છે.

વિભાગે અગાઉ રેસ્ટોરન્ટ સેક્ટરમાં રૂૂ. 25,000 કરોડથી વધુની શંકાસ્પદ ટેક્સ ચોરી શોધી કાઢી હતી. સ્વિગી અને ઝોમેટોના ડેટા મુજબ, લગભગ 8,000 રેસ્ટોરન્ટ્સના નામે TDS કાપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે આવકવેરા રિટર્ન ભર્યા ન હતા. 2021-22થી 2024-25ના વિશ્ર્લેષણ મુજબ આ રેસ્ટોરન્ટ્સ દ્વારા રૂૂ. 7,500 કરોડની ટેક્સ ચોરીનો અંદાજ છે. 2024-25માં તેમણે લગભગ રૂૂ. 2,700 કરોડની આવક જનરેટ કરી હતી, જેના પર લગભગ રૂૂ. 25 કરોડનું TDS લાગ્યું હતું. ચાર વર્ષમાં સરકારે લગભગ રૂૂ. 75 કરોડનું TDS એકત્રિત કર્યું હતું, જ્યારે સિસ્ટમમાં રેસ્ટોરન્ટ્સની સંખ્યા 65 ટકા વધી હતી.

ડિલિવરી ઓર્ડર્સ પર હાલમાં 0.1 ટકાનું TDS લાગે છે. જોકે ડાઇન-ઇન સેલ્સ, જે ડિલિવરી આવક કરતાં ત્રણથી ચાર ગણી હોઈ શકે છે, આ ઝઉજના કવરેજમાં નથી. વિભાગે રેસ્ટોરન્ટ્સને રિટર્ન ભરવા અને બાકી ટેક્સ ચૂકવવા માટે નવી કમ્પ્લાયન્સ ડ્રાઇવની યોજના બનાવી છે. અગાઉ લગભગ 1.8 લાખ રેસ્ટોરન્ટ્સના સર્વેમાં સરેરાશ 30-35 ટકા આવક અન્ડર રિપોર્ટિંગ જોવા મળ્યું હતું. અધિકારીઓને કર્મચારીઓના એકાઉન્ટ્સ દ્વારા અનરિપોર્ટેડ કેશ ફ્લો અને ક્લાઉડ સિસ્ટમ્સમાં છુપાયેલા બિલ્સની પણ શંકા છે. હવે વિભાગ રૂૂ. 2-5 કરોડની આવક ધરાવતા રેસ્ટોરન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે, ખાસ કરીને મોટા શહેરોમાં.

રાજકોટમાં થયેલી સર્ચ આ તપાસનો ભાગ છે, જે બિલિંગ સોફ્ટવેર અને ક્લાઉડ સિસ્ટમ્સ દ્વારા સેલ્સ છુપાવવાની પદ્ધતિ પર કેન્દ્રિત છે. અગાઉ હૈદરાબાદની તપાસમાં 60 ટેરાબાઇટ્સના બિલિંગ ડેટાના વિશ્ર્લેષણથી 2019-20થી રૂૂ. 70,000 કરોડના સેલ્સ સપ્રેશનનો ખુલાસો થયો હતો, જેમાં ગુજરાત પણ મુખ્ય રાજ્યોમાં સામેલ હતું. રાજકોટ સહિત ગુજરાતમાં હવે તપાસ વધુ તીવ્ર થઈ છે.

ડીલીવીરી ઓર્ડર પર લાગતા 0.1 ટકા TDSએ રેસ્ટોરન્ટની પોલ ખોલી
ડિલિવરી ઓર્ડર્સ પર લાગતા આ 0.1 ટકા ટીડીએસએ જ સમગ્ર કૌભાંડની પોલ ખોલી છે. મોટા રેસ્ટોરન્ટ દ્વારા ઝોમેટો સ્વિગી જેવી ઓનલાઇન પ્લેટફોર્મ પર ડિલિવરી કરવામાં આવે છે. આ ડિલિવરી અંતર્ગત ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ઉઘરાવેલ રકમમાંથી 0.1% ટીડીએસ કાપીને ઈન્ક્મટેક્સમાં જમા કરી દેવામાં આવે છે પરંતુ રેસ્ટોરન્ટ દ્વારા બિલિંગ સોફ્ટવેરમાં ચેડાં કરીને આ વેચાણ ચોપડે બતાવતું ન હતું. સરકારે ઓનલાઇન પ્લેટફોર્મ પાસેથી મળેલો ટીડીએસ ડેટા વેટિફાઈ કરતા મોટા ભાગના રેસ્ટોરન્ટ રિટર્ન ન ભરતા હતા. આવા રેસ્ટોરન્ટ દ્વારા વેચાણની માહિતી છુપાવવા બદલ હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *