જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામની ગાયત્રી સોસાયટી વિસ્તારમાં પતિ દ્વારા પોતાની જ પત્ની પર જાનલેવા હુમલો કરી, બળજબરીપૂર્વક એસિડ પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યાનો એક હૃદય કંપાવનારો અને સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. દારૂૂની બોટલમાંથી દારૂૂ ઢોળાઈ ગયાની શંકાના આધારે પતિએ ઉશ્કેરાઈને આ ક્રૂર આચર્યું હતું. આ મામલે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, ભોગ બનનાર પરિણીતાને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, ચિત્રાવડ ગામની ગાયત્રી સોસાયટી વિસ્તારમાં રહેતી નિકીતાબા (ઉંમર વર્ષ 30) ના લગ્ન ચાર વર્ષ પહેલાં ચિત્રાવડ ગામના રહેવાસી યોગરાજસિંહ ઉર્ફે રાજા ભાવુભા ચુડાસમા સાથે પ્રેમલગ્નથી થયા હતા. તારીખ 14 ઓક્ટોબર 2026ના રોજ મોડી રાત્રે અઢીથી ત્રણ વાગ્યાના સુમારે આરોપી યોગરાજસિંહ દારૂૂ પીધેલી હાલતમાં ઘરે આવ્યો હતો અને તેની પાસે રહેલી દારૂૂની બોટલ તથા પાણીનું ઝબલું ટેબલ પર મૂકીને સૂઈ ગયો હતો.
બીજા દિવસે એટલે કે 15 ઓક્ટોબર 2026ના રોજ સવારે આશરે નવ વાગ્યાના સુમારે જ્યારે આરોપી જાગ્યો, ત્યારે ટેબલ પર દારૂૂ ન જોતાં તેણે પોતાની પત્ની નિકીતાબા પર દારૂૂ ઢોળી નાખવાનો આક્ષેપ કર્યો હતો.
નિકીતાબાએ દારૂૂ ઢોળ્યો ન હોવાનું કહેવા છતાં, આરોપીએ ક્રોધિત થઈને દારૂૂનું ઝબલું પત્ની તરફ ફેંક્યું હતું અને ગાળો આપી ઝઘડો શરૂૂ કર્યો હતો.
ગભરાયેલા નિકીતાબા પોતાના મોટા સસરા હાલુભાના ઘરે જવા નીકળ્યા ત્યારે આરોપી યોગરાજસિંહે તેમને વાંસાના ભાગે થાપો મારી ઓસરીની જાળી સાથે ભટકાવી દીધા હતા અને પાટુ મારી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ “આજે તો તને મારી જ નાખવી છે” તેવી ધમકી આપી, હાથ પકડીને ઢસડીને બાથરૂૂમમાં લઈ ગયો હતો. ત્યાં પડેલી એસિડની બોટલમાંથી બળજબરીપૂર્વક મહિલાનું મોઢું પકડીને જાનથી મારી નાખવાના ઈરાદે એસિડનો એક ઘૂંટડો પીવડાવી દીધો હતો.
પીડિતાએ હિંમત દર્શાવી આરોપીને ધક્કો મારી બીજા રૂૂમમાં ભાગીને અંદરથી દરવાજો બંધ કરી પોલીસ સ્ટેશનમાં તથા પોતાના મોટા સાસુ ચંદ્રાબાને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. જોકે, આરોપી રૂૂમમાં આવી પહોંચ્યો હતો અને નિકીતાબાના હાથમાંથી મોબાઈલ ફોન આંચકીને તેમના માથાના ડાબી બાજુના ભાગે મારી દેતાં લોહીલુહાણ ઈજા પહોંચાડી હતી.
ઘટનાની જાણ થતાં જ પરિજનો ચંદ્રાબા, નિમુબા અને હાલુભા દોડી આવ્યા હતા તથા પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત નિકીતાબાને પ્રથમ જામકંડોરણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપી વધુ ગંભીર સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
