જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં શિવરાત્રિના મેળાના આયોજન માટે ગિરનાર છાયા મંડળના સાધુ-સંતો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેપારી મંડળ ઉતારા મંડળ તેમજ સેવાકીય સંસ્થાઓ હાજર રહી હતી.
આ બેઠકમાં મહેશગિરિ દ્વારા મેળામાં આવતા આવારાતત્વો પર ખાસ અંકુશ રાખવા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ મેળો સુખ અને શાંતિથી સંપન્ન થાય તેમ જ મેળામાં આવતા યાત્રિકોને પૂરી સુવિધા મળી રહે તે માટે તંત્રને આયોજન બંધ કામગીરી કરવા અપીલ કરવામાં આવી હતી.
ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરિએ જણાવ્યું હતું કે આજે ગિરનાર છાયા મંડળ ગિરનાર અને તેના ક્ષેત્રમાં ધર્મને લઈ જાગૃતિ આવે તેમ જ ધર્મના અંદર જો કોઈ દૂષણ હોય તે દૂર થાય અને ગિરનાર ક્ષેત્રનો વિકાસ થાય તેના માટે સ્થાનિક સંતોએ ભેગા થવાનું નક્કી કર્યું હતું.
આ બેઠકમાં ઉતારા મંડળ વેપારી એસોસિએશન અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. આજની બેઠકમાં દર વર્ષની જેમ યોજાતી શિવરાત્રિમાં સુધારાઓ પર ચર્ચા વિશે ચર્ચા કરવામાં આવી હતી. શિવરાત્રિના મેળામાં ખાસ કરીને રોડ, પાણી, લાઈટ, શૌચાલય અને લઈ દર વખતે ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે શિવરાત્રિના મેળામાં તંત્ર દ્વારા પાસ આપવા માટે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં ન આવે તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી. શિવરાત્રિના મેળામાં જે અનુ ક્ષેત્રો ઉતારા મંડળ અને જગ્યાઓ સેવા માટે કરવામાં આવે છે તેને સૌ પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે.
તેમજ આ વર્ષે એક નવી વાત ધ્યાનમાં આવી છે, જેમાં અસામાજિક તત્વો શિવરાત્રિના મેળામાં જે લોકો નાની-નાની દુકાનો લગાવે છે, તેની પાસેથી હપ્તા વસૂલી કરે છે. આ બાબતે આવા આવારાતત્વો પર પોલીસ ખાસ ધ્યાન રાખે, તેમજ મેળામાં અસામાજિક તત્વો દ્વારા દીકરીઓ અને બહેનોની પણ છેડતી કરવામાં આવે છે આ બાબતે પણ પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવે તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ મેળો સનાતન હિન્દુ ધર્મનો મેળો છે અને બધા ધર્મોનું અમે સન્માન કરીએ છીએ. અલગ અલગ ધર્મના પોતપોતાના નિયમ અને સ્વતંત્રતા હોય છે. ત્યારે અમારા હિન્દુ સનાતન ધર્મના પણ પોતાના નિયમો છે. અમારા હિન્દુ દેવી-દેવતાઓની રવાડી કાઢવામાં આવે છે. ત્યારે આ શહેરનો મેળો નથી, પરંતુ ધર્મનો મેળો છે અને ધર્મના મેળામાં ધર્મના નિયમો હોય છે. ત્યારે કોઈપણ અન્ય અસામાજિક તત્વો દ્વારા મેળામાં દુકાનો કે બગી લાવવી નહીં, ઘણા બહારના સાધુઓ શિવરાત્રિનો મેળો બગાડવાના પ્રયત્નોમાં છે. ત્યારે તંત્રો અને પોલીસે પૂરી તકેદારી સાથે ધ્યાન રાખવું પડશે. ગિરનાર છાયા મંડળના સાધુ સંતો સ્થાનિક છે અને તેઓ બારેમાસ અહીં જ રહે છે. ત્યારે આ અમારો મેળો છે અને અમે ક્યારેય પણ ખરાબ કરીશું નહીં.
મહાકુંભના ત્રિવેણી સંગમનું જે જળ લાવ્યો હતો, તેને સૌ સાધુ સંતો સાથે મળીએ જળ ગિરનારના પહેલા પગથિયે ચડાવ્યું હતું અને સંકલ્પ લીધો હતો કે, ગિરનાર મહાશિવરાત્રિનો મેળો ભવ્યથી અતિથી અતિ ભવ્ય થાય અને અધર્મનો નાશ થાય અને અધર્મીઓ વહેલા ગિરનાર છોડીને ભાગે.