સોમનાથ કોરીડોરના જમીન સંપાદન મુદ્દે અસરગ્રસ્તો-અધિકારીઓ વચ્ચે બેઠક

નોટિસ વગર જ સંપાદનની કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ, કોરીડોર નથી જોઇતોની માંગ પર અસરગ્રસ્તો અડગ : તંત્રના વ્યવહાર સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો ડેપ્યુટી કલેક્ટરે…

નોટિસ વગર જ સંપાદનની કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ, કોરીડોર નથી જોઇતોની માંગ પર અસરગ્રસ્તો અડગ : તંત્રના વ્યવહાર સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો

ડેપ્યુટી કલેક્ટરે રજૂઆત સાંભળી નહીં હોવાની રાવ, મુદ્દો વધારે ગરમાય તેવા એંધાણ

સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ માટે અતિ પ્રાચીન નગર એવા પ્રભાસ પાટણમાં જમીન સંપાદન મુદ્દે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મંગળવારે પ્રભાસ પાટણ ગામ સજ્જડ બંધ રહ્યું હતું, બાદમાં રાત્રીના પ્રભાસ પાટણ ગામમાં સમસ્ત ગ્રામજનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ગામના દરેક સમાજના આગેવાનો , અસરગ્રસ્ત પરિવારો ઉપરાંત ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશી, મામલતદાર પરસાણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લા ઘણા સમય થી સોમનાથ મંદિર કોરિડોરની ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ કોરિડોર અંગે આજ દિન સુધી કોઈ પારદર્શક વિગતો સોમનાથ મંદિર ટ્રસ્ટ કે વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી નથી. કોરિડોર નો પ્રાથમિક પ્લાન આયોજન આ તમામ બાબતો જાહેર જનતા થી યેન કેન પ્રકારે છુપાવવામાં આવી રહી છે. છેલ્લા આઠેક માસથી કોરિડોરની ગતિવિધિ તેજ બની છે. અને મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર વચ્ચે મેરેથોન બેઠકો યોજાઈ રહી છે. અને કોરિડોર માટે જમીન સંપાદનની કામગીરીને અગ્રતા આપી પ્રભાસ પાટણ નગરના લોકો સાથે જિલ્લા કલેકટર, ડે. કલેકટર, એસ.પી. સહિત શીર્ષ અધિકારી ઓ અવાર નવાર બેઠકો યોજી રહ્યા છે અને આશરે 384 જેટલા મિલકત ધારકોની મિલકત સંપાદન કરવાની મૌખિક વાતો રજૂ કરી છે.
છેલ્લા ત્રણેક દિવસ થી વહીવટી તંત્રનો અસરગ્રસ્તો સાથેના વ્યવહારમા ઉગ્રતા આવી હોવાથી અસરગ્રસ્તો અને ગામના નાગરિકોમાં કચવાટ અને રોષ ભભૂકી ઉઠ્યો છે.

બેઠકમાં સ્થાનિક મહિલાઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને અમારે કોરિડોર નથી જોઈતોના નારા લગાવ્યા હતા. મહિલાઓએ અશ્રુભીની આંખે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના જ જમીન સંપાદનની કાર્યવાહી શરૂૂ કરી દેવામાં આવી છે. રેવન્યુનો સ્ટાફ ગગરે આવી કેન્સલ ચેક, આધારકાર્ડ જેવા ડોક્યુમેન્ટની ઉઘરાણી કરવા આવી ગયા છે. બેઠકમાં ઉપસ્થિત ડેપ્યુટી કલેક્ટર જોશીએ જણાવ્યું હતું કે સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ માટે 25 હજાર ચોરસ મીટર જમીનનું સંપાદન કરવામાં આવશે. જોકે, સ્થાનિકોનો આરોપ છે કે ડેપ્યુટી કલેક્ટરે મહિલાઓની રજૂઆત સાંભળી નથી, જેના કારણે તેમનામાં રોષ વધુ ભભૂકી ઉઠ્યો છે.

આ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત લોકોનું કહેવું છે કે તેમને આગોતરી કોઈ જાણ કે નોટિસ આપવામાં આવી નથી અને સીધી જ સંપાદનની કાર્યવાહી શરૂૂ કરી દેવામાં આવી છે. સ્થાનિકોનો વિરોધ જોતાં આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા છે.

મિલકત ધારકોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું

સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ સાનિધ્યે મંદિરના વિકાસના ભાગરૂૂપે બનનારા કોડીડોરમાં પ્રભાસ પાટણ મોટાભાગનો વિસ્તારના 384 મકાનો અને અતિથિ ગૃહો જતા હોય જેથી સૌ સમાજના લોકો અને અસરગ્રસ્ત મિલકત ધારકોની રેલી આજે વેરાવળ નાયબ કલેકટર પહોંચી હતી અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું તેમાં જણાવ્યું હતું કે પ્રભાસમાં કોરિડોર માટે ખરીદાતી જમીન યાત્રાધામ વિકાસને બદલે પ્રવાસન વિકાસનો અભિગમ રખાયેલ છે આ અંગે અમારે ફરજિયાત સરકારને મિલકત આપવી પડે તેવું દબાણ પૂરું કરાયેલ છે કબુલાત નામાના સહી સક્ષમ અધિકારી સમક્ષ લેવામાં આવતી નથી મિલકતની ખરીદી બજાર ભાવ અને મળતર રકમ અંગે કોઈ સ્પષ્ટતા નથી આ માટે ન્યાય સંગત ધોરણ અપનાવી મિલકત ધારક ની સમિતિ અને શરતોને અનુલક્ષી પગલાં લેવા માંગ કરાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *