શહેરની ભાગોળે આવેલા રાવકી ગામે કંપનીમા રાજીનામુ આપી દીધા બાદ મીકેનીકલ એન્જીનીયર કંપનીમા આટો મારવા ગયો હતો ત્યારે આઇ કાર્ડ માંગી સીકયુરીટી ગાર્ડે ઝઘડો કર્યો હતો ઝઘડામા ઉશ્કેરાયેલા સીકયુરીટી ગાર્ડે માર મારતા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરમા હુડકો ચોકડી પાસે રહેતો વીનેશ વાલાભાઇ નકુમ નામનો 27 વર્ષનો યુવાન ગઇકાલે બપોરનાં ર વાગ્યાનાં અરસામા રાવકી પાસે આવેલ સિલ્વર મેડીકાસ્ટ નામની કંપનીમા હતો ત્યારે સીકયુરીટી ગાર્ડે ઝઘડો કરી માર માર્યો હતો . હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો પ્રાથમીક પુછપરછમા વીનેશ નકુમ સિલ્વર મેડીકાસ્ટ કંપનીમા મીકેનીકલ એન્જીનીયર તરીકે નોકરી કરતો હતો અને 3 મહીના પહેલા રાજીનામુ આપી દીધુ હતુ જે પાસ નહી થતા વીનેશ નકુમ ગઇકાલે કંપનીમા ગયો હતો ત્યારે સીકયુરીટી ગાર્ડે આઇ કાર્ડ માંગતા વીનેશ નકુમે આઇ કાર્ડ કંપનીની અંદર પડયુ હોવાનુ જણાવતા સીકયુરીટી ગાર્ડે ઉશ્કેરાય જઇ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
બીજા બનાવમા ભગવતીપરા વિસ્તારમા રહેતો અને પલમબીંગનુ કામ કરતો મહોંમદ હુશેનભાઇ સાદીકોટ નામનો ર3 વર્ષનો યુવાન મોરબી રોડ પર હતો ત્યારે મનસુર અને દાહિમ નામનાં બંને શખ્સોએ ઝઘડો કરી આજે તને મારી નાખવો છે તેમ કહી પાવડાનાં હાથા વડે માર માર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
