અગાઉ પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે
રાજકોટ શહેરમાં થતી વાહન ચોરી, ચીલઝડપ, લૂંટ, અને ઘરફોડ ચોરી સહિતના અનડિટેકટ ગુનાઓના ભેદ ઉકેલવા માટે આરોપીઓને પકડી પાડવા ક્રાઇમબ્રાન્ચની ટીમ સક્રિય હતી ત્યારે એક ચોરાઉ વાહન સાથે મવડી વિસ્તારના શખ્સને ઝડપી લીધો હતો.
આ આરોપી અગાઉ પાંચ જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. ક્રાઇમબ્રાન્ચના પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ.ડામોર, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મવડી વિસ્તારમાં આવેલી પંચનાથ સોસાયટીમાં રહેતા અને ટીફીનનું કામકાજ કરતા પ્રફુલ ભરતભાઇ કુબેર નામના શખ્સને અટકાવ્યો હતો. ત્યાર બાદ તેમની પાસેથી વાહનના કાગળો માંગતા તેમણે કાગળો આપવા મામલે ગલ્લાતલ્લા કર્યા હતા. અને તેમની પાસે કાગળોના હોય જેથી તેમની પાસેથી અડધા લાખનુ બાઇક શક પડતી મીલ્કતના આધારે જપ્ત કર્યુ હતુ.