પાટીદાર સંસ્થાઓને માં ઉમિયાની ધ્વજા હેઠળ કામ કરવા મૌલેશભાઇની હાકલ

ઉમિયા યૂવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કડવા પાટીદાર પરિવારોએ દૂધ પૌવાની રંગત સાથે શરદોત્સવ ઉજવ્યો રાજકોટની સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા…

ઉમિયા યૂવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કડવા પાટીદાર પરિવારોએ દૂધ પૌવાની રંગત સાથે શરદોત્સવ ઉજવ્યો

રાજકોટની સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગૃપ દ્વારા ગઇકાલે શરદપુનમની રઢીયાળી રાતે દુધપૌવાની રંગત સાથે શ્રીમતી ઉર્વશીબેન રાદડીયા લોક ગાયીકા, વિજય રાવલ હાસ્ય કલાકાર, જોય અઘેરા લોક સાહીત્કાર દ્વારા સાંસ્કૃતીક તેમજ હાસ્યરસ ના પારીવારીક સાંસ્કૃતીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ ના સ્મરણાર્થે આ કાર્યક્રમમાં રકતદાન કેમ્પ યોજાયો હતો. હજારો પરિવારોએ દુધપૌવાની રંગત સાથે શરદોત્સવની રંગત માણી હતી. સામાજીક ક્ષેત્રે ક્રાંતિ કહી શકાય તેવી ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીની જાહેરાતને પાટીદાર સમાજ-સંસ્થાઓએ વધાવી લીધી હતી.

રાજકોટના કલબ યુવી ગરબીવાળુ ગ્રાઉન્ડ, સેક્ધડ રીંગ રોડ, કોકોનેટ પાર્ટી પ્લોટ સામે, પરસાણા ચોક ખાતે ગઈ કાલે રાત્રીના સાડા આઠ કલાકે યોજાયેલ આ શરદોત્સવમાં રાજકોટમાં વસતા હજારો કડવા પાટીદાર પરિવારો એકસાથે બેસીને દુધપૌવા તેમજ સાંસ્કૃતીક કાર્યક્રમ ની રંગત માણી હતી.

શરદપૂનમની રઢીયાળી રાતે યોજાયેલા આ શરદોત્સવમાં હજારો પાટીદારોની ઉપસ્થિતીમાં ઉમિયાધામ સિદસરના પ્રમુખ અને ઉમિયા માતાજી મંદિર સંસ્થાન ઉંઝાના ઉપપ્રમુખ, મૌલેશભાઈ ઉકાણીએ પોતાના વ્યકતવ્યમા જણાવ્યુ હતુ કે સારા કર્મોને કારણે માનવ જન્મ મળે પણ ઇશ્વરના પ્યારા હોય તો પાટીદાર સમાજમાં જન્મ મળે, પાટીદાર સમાજ આજે વિશ્વના ખૂણે-ખૂણે પહોંચ્યો છે અને પ્રગતિ કરી છે. સમાજને ટકોર કરતા તેઓએ કહયુ હતુ કે પાટીદાર સમાજ માં સંગઠનના અભાવે ઘણું ગુમાવવું પડે છે સૌરાષ્ટ્રભરના તમામ શહેર- જીલ્લા-તાલુકા કક્ષાની તમામ નાની મોટી પાટીદાર સંસ્થાઓને ઉમિયાધામ સિદસરના નેજા હેઠળ મા ઉમિયાના છત્ર હેઠળ, એક ધ્વજા હેઠળ, એક બની કાર્ય કરવા હાંકલ કરી હતી. જેને હજારો પાટીદારોએ અને સંસ્થાઓએ અનુમોદન આપીને સામાજીક ક્ષેત્રે આ પહેલને વધાવી લીધી હતી.

શરદોત્સવના કાર્યક્રમાં પાટીદાર અગ્રણી મનસુખભાઇ પાણ, મુળજીભાઈ ભીમાણી એ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યુ હતુ.કાર્યક્રમમાં અતીથી વિશેષ તરીકે સિદસરના પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, પટેલ મેટલના ભરતભાઈ ડેડાણીયા, શિવાલાલભાઇ ઘોડસરા, ગોપાલભાઈ કણસાગરા, વિપુલભાઈ માકડીયા, મહેન્દ્રભાઈ કંટારીયા, પ્રો.ડો. જયેશ વાછાણી, લલીતભાઇ ભાણવડીયા, બીપીનભાઈ ડઢાણીયા, હરસુખભાઈ ચાંગેલા, ડો. મહેશ વિડજા, ડો. મીલન ઘરસંડીયા, હરીલાલ મેંદપરા ઉપસ્થિત રહયા હતા. કલબ યુવી ગરબી વાળા ગ્રાઉન્ડમાં સેક્ધડ રીંગ રોડ પર યોજાયેલ આ શરદોત્સવનો મા ઉમિયાની મહાઆરતી સાથે પ્રારંભ થયો હતો.

આ શરદોત્સવમાં સ્વર્ગસ્થ પાટીદાર સ્મરણાર્થે ફીલ્ડમાર્શલ બ્લડબેંક તથા રાજકોટ વોલેન્ટરી બ્લડબેંક તથા જીવનદિપ બ્લડ બેંક ના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવયુ હતુ. આ રકતદાન કેમ્પમાં 335 બોટલ રકત એકત્ર કરવામાં આવ્યુ હતુ.આ શરદોત્સવના કાર્યક્રમમાં શ્રીમતી ઉર્વશીબેન રાદડીયા લોકગીતો, વિજય રાવલે હાસ્ય રસની તથા જોય અઘેરા લોક સાહીત્યીક સાંસ્કૃતીક રંગત ની રમઝટ બોલાવી હતી. મા ઉમિયાની મહાઆરતી સાથે શરદોત્સવના કાયક્રમનો પ્રારંભ કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું યુ ટયુબ અને સોશ્યલ મીડીયા દ્રારા લાઇવ પ્રસારણ કરવામાં આવ્યુ હતું. શરદપુનમની રઢીયાણી રાતે પાટીદાર સમાજના દરેક વ્યકતી પરિવાર સાથે બેસી દુધ પીવાની રંગત માણી શકે અને અંદાજે 30000 થી વધુ જન મેદની ને ગણતરીની મીનીટોમાં દુધ પૌવાની પ્રસાદી સ્થળ પર જ મળી રહે તેવી અદભુત વ્યસ્વસ્થા સંસ્થાના કાર્યકરો દ્રારા કરવામા આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપના પ્રમુખ અશોકભાઈ દલસાણિયા, ઉપપ્રમુખ મનસુખભાઈ ભાલોડીયા, મંત્રી મહેશભાઈ ભુવા, ખજાનચી ગોરધનભાઈ કણસાગરા તેમજ ટ્રસ્ટી સુરેશભાઈ વડાલીયા, હરીભાઈ કલોલા, પ્રીણભાઈ જીવાણી, ચંદુભાઈ કાલાવડીયા ના માર્ગદર્શન હેઠળ કારોબારી સભ્યોની ટીમે જહેમત ઉઠાવી હતી.

પાંચ સંસ્થાઓ ઉમિયાધામના નેજા હેઠળ જોડાઇ
ગઈકાલે રાજકોટ ખાતે યોજાયેલા શરદોત્સવના કાર્યક્રમમાં હજારો પાટીદારોની ઉપસ્થિતીમાં મૌલેશભાઇ ઉકાણીએ સૌરાષ્ટ્રભરના તમામ શહેર- જીલ્લા-તાલુકા કક્ષાની તમામ નાની મોટી પાટીદાર સંસ્થાઓ ઉમિયાધામ સિદસરના નેજા હેઠળ મા ઉમિયાના છત્ર હેઠળ, એક ધ્વજા હેઠળ, સિદસરના નેજા હેઠળ એક બની કાર્ય કરવા હાંકલ કરી હતી. પાટીદાર સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે કાર્યરત સંસ્થાઓ ઉમિયાધામ સિદસરના નેજા હેઠળ સેવાકીય અને સામાજીક કામ માં જોડાય તેવી અપીલના પગલે સૌરાષ્ટ્રભરમાં જાજરમાન નવરાત્રીના આયોજક કલબ યુવી નવરાત્રી મહોત્સવ છેલ્લા બે વર્ષથી ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી નવરાત્રી મહોત્સવ યોજે છે. તેની માફક હવેથી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટના પ્રમુખ અશોકભાઈ દલસાણીયા, ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટના પ્રમુખ વિનુભાઈ મણવર, ઉમા કા લાલ ગણપતી મહોત્સવના આયોજક કેપીએસ કલબના બીપીનભાઈ બેરા, સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ટ્રસ્ટ-અયોધ્યાના મુળજીભાઈ ભીમાણી, એ ઉમિયાધામના નેજા હેઠળ કાર્યકરવાની સંમતિ દર્શાવી હતી જેની મંચ ઉપરથી જાહેરાત કરવામાં આવી હતી. આ પાંચ સંસ્થાઓએ હવેથી સંસ્થાના નામ સાથે ’ ઉમિયાધામ સિદસર પ્રેરીત’ લખશે તેમજ ઉમિયાધામ સિદસરના નેજા હેઠળ સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓને એક નવી ઓળખ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *