વોર્થવીલ ફોમ ઈન્ડિયા પ્રા.લિ. કંપનીમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા : રાજકોટ-મોરબીની ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ, સંપૂર્ણ ફેક્ટરી આગમાં ખાક
રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા બેડી (વાછકપર) ગામ પાસે ગાદલા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. વોર્થ વિલ ફોમ ઈિન્ડિયા પ્રા.લી. નામની કંપનીમાં આગ લાગતા દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતાં. બનાવને પગલે રાજકોટ અને મોરબીની ફાયર બ્રિગેડની ટીમો ફાયર ફાયટર સાથે દોડી ગઈ હતી. અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધરાયા છે. આગમાં સંપૂર્ણ ફેક્ટરી ખાક થઈ જતાં મોટુ નુક્શાન થયું હતું.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ-મોરબી હાઈવે પર બેડી (વાછકપર) ગામ નજીક આવેલી વોર્થવિલ ફોર્મ ઈન્ડિયા પ્રા.લી. નામની કંપનીમાં આજે સવારે અચનાક આગ ભભૂકી ુઠી હતી. ગાદલા બનાવતી કંપની હોવાથી ફેક્ટરીમાં ફોર્મના ઢગલા પડેલા હોય જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને સમગ્ર ફેક્ટરીમાં આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ લાગવા અંગે જાણ કરાતા રાજકોટથી બે અને મોરબીથી એક મળી ફાયર બ્રિગેડની ત્રણ ટીમો ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
