પાક.ના બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ: 32નાં મોત

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ક્વેટા પાસે આવેલી સુરાંજ વિસ્તારની એક કોલસાની ખાણમાં ભીષણ વિસ્ફોટ થતાં ખાણનો મોટો ભાગ ધસી પડ્યો…

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ક્વેટા પાસે આવેલી સુરાંજ વિસ્તારની એક કોલસાની ખાણમાં ભીષણ વિસ્ફોટ થતાં ખાણનો મોટો ભાગ ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 32 શ્રમિકોના મોત થયા છે, જ્યારે અનેક શ્રમિકો હજુ પણ જમીનની નીચે મલબામાં ફસાયેલા અને લાપતા છે.

બલૂચિસ્તાનના ખાણ અને ખનીજ વિકાસ મંત્રી શોએબ નોશેરવાણીએ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર વિસ્ફોટમાં જીવ ગુમાવનારા દરેક મજૂરના પરિવારને 5 લાખ પાકિસ્તાની રૂૂપિયા (લગભગ 1,800 USD) નું વળતર આપશે. આ ઉપરાંત અધિકારીઓ ઘટનાના કારણોની સંપૂર્ણ તપાસ કરશે અને ખાણ સુરક્ષાના નિયમોની સમીક્ષા કરશે.

ચીફ ઈન્સ્પેક્ટર ઓફ માઈન્સ મોહમ્મદ આતિફે જણાવ્યું કે બચાવ કામગીરી જમીનથી લગભગ 4,000 ફૂટ (1,219 મીટર) ની ઊંડાઈએ ચલાવવામાં આવી રહી છે. જમીનમાં વધુ ઊંડાઈ અને ઝેરી ગેસના ખતરાને કારણે રેસ્ક્યૂ ટીમોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *