13 પોલીસ ઇન્સ્પેક્ટરને દેવભૂમિ દ્વારકામાં મૂકાયા
ગુજરાત રાજ્યના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની સામુહિક બદલીના ઓર્ડરો થયા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 11 ની બદલી કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાંથી 13 પી.આઈ.ને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મૂકવામાં આવ્યા છે.
રાજ્યમાં પોલીસ ઇન્સ્પેક્ટરની સામૂહિક બદલીઓના ઓર્ડરોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. બી.જે. સરવૈયાને અમદાવાદ, એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલને રાજકોટ, મહિલા પોલીસ મથકના ટી.ડી. ચુડાસમાને કચ્છ-ભુજ, દ્વારકાના પી.આઈ. એ.એલ. બારસિયાને જામનગર, મીઠાપુરના પી.આઈ. ડી.એન. વાંઝાને વલસાડ, ટ્રાફિક વિભાગના એમ.ડી. મકવાણાને રાજકોટ, ભાણવડના સી.એલ. દેસાઈ અને દ્વારકાધીશ મંદિરમાં ફરજ બજાવતા ટી.સી. પટેલને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ વિભાગમાં, દ્વારકામાં લિવ રિઝર્વમાં રહેલા પી.એ. પરમારને નાગરિક સંરક્ષણ દળ – અમદાવાદ, દ્વારકાધીશ મંદિરમાં ફરજ બજાવતા આર.બી. સોલંકીને જામનગર અને એસ.એમ. સોલંકીને રાજકોટ ખાતે બદલવામાં આવ્યા છે.જ્યારે રાજકોટથી જે.એ. ખાચર, કે.એસ. ગળચર, કે.જે. કપરડા, અમદાવાદના સી.આર. રાણા અને એચ.જી. રાઠોડ, બોટાદના એસ.આર. ખરાડી અને એમ.જી. જાડેજા, વલસાડના આર.એન. હાથલીયા, આણંદના જી.એમ. પાવરા, પોરબંદરના એસ.એચ. ગામેતી, જામનગરના એમ.બી. ગજ્જર, પીટીએસ વડોદરાના એસ.ડી. ડાંગર અને ઇન્ટેલિજન્સ વિભાગના જે.એમ. ચાવડા મળી કુલ 13 અધિકારીઓને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બદલવામાં આવ્યા છે. જિલ્લામાં હાલ ફરજ બજાવતા મોટાભાગના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થઈ છે. ત્યારે જિલ્લામાં બદલી પામેલા 11 ની સામે 13 નવા પી.આઈ. આવનાર છે.
