રાજુલા શહેરમાં પરિણીતા બે બાળકો સાથે લાપતા

રાજુલા શહેરમાં રહેતા એક વિપ્ર પરિવારની પરણીતા પોતાના બે બાળકો સાથે લાપતા થઈ જતા તેના પતિ દ્વારા રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે. જાણવા…

રાજુલા શહેરમાં રહેતા એક વિપ્ર પરિવારની પરણીતા પોતાના બે બાળકો સાથે લાપતા થઈ જતા તેના પતિ દ્વારા રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ રાજુલા વિસ્તારમાં કુંભારવાડા વિસ્તારમાં મજૂરી કામ કરતા ગોપાલભાઈ ગેડિયા જેવો વર્ષોથી રાજુલામાં વસવાટ કરે છે શનિવારના રોજ બપોરના ચાર વાગ્યાના અરસામાં વિશ્વ હિન્દુ પરિષદ રાજુલામાં મહિલા વિભાગમાં સક્રિય પણે ભૂમિકા ભજવતા ભાવિષાબેન ગોપાલભાઈ ગેડિયા ઉંમર વર્ષ 32 તેમજ તેના બે બાળકો કાવ્યા ગોપાલભાઈ ગેડીયા ઉંમર વર્ષ દસ અને યુગ ગોપાલભાઈ ગેડિયા ચાર આ ત્રણેય વ્યક્તિઓ પોતાના સસરા અને રાજકોટ જવું છે તેમ કહી અને રાજુલા બસ સ્ટેન્ડે આવેલ જાત તેમના સસરાએ આ ત્રણેયને રાજુલા મુન્દ્રા બસમાં બેસાડેલ પરંતુ બાદમાં આ ત્રણેય વ્યક્તિઓ સાવરકુંડલા ઉતરી જાય અને ત્યાંથી પરત રાજુલા આવેલા અને વિશ્વ હિન્દુ પરિષદના અન્ય મહિલા આગેવાનોના ઘરે જઈ તેમના પરિવારજનોને ફોન કરેલા હતા પરંતુ આ મહિલા પાસે ફોન ન હોવાથી તેણે અન્યના મોબાઇલમાંથી ફોન કર્યો હતો બાદમાં સાંજના છ વાગ્યા બાદ આ બેનના ઘરેથી નીકળ્યા બાદ આજ દિન સુધી કોઈ પતો લાગેલ નથી
આ બાબતે રાજુલા પોલીસ મથકમાં ટાઉન જમાદાર ભરતભાઈ વાળા એ જણાવ્યું હતું કે આ મહિલા અને તેના બે બાળકો કઈ રીતે ગુમ થયા એ દિશામાં હાલ રાજુલા ચાવડા ના માર્ગદર્શન નીચે ટીમ બનાવવામાં આવી છે અને આગામી દિવસોમાં તેના સીસીટીવી કેમેરાઓ ફૂટેજ ના આધારે તપાસ કરી ગુમ થયેલ છે તેને શોધવા માટે ચક્ર ગતિમાન કરેલ છે ત્યારે રાજુલામાં એક મહિલા અને તેના બે કુમળી વિના બાળકો ગુમ થતા પ્રજાપતિ સમાજમાં હરેરાટી વ્યાપી જવા પામી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *