પરિણીતાને ધરાર ઉપાડી જવાની ધમકી આપતા પતિએ આપઘાત કરી લીધો
નિરાધાર બનેલી મહિલાને રાજકોટ અને ભુજ બોલાવી માર મારી બળજબરી કરી
રાજકોટમાં એક પરિણીતા ઉપર તેના કુટુંબી દિયરે એક વખત દૂષ્કર્મ ગુજાર્યા બાદ બળજબરીથી ઉઠાવી જવાની ધમકી આપતા મહિલાના પતિએ આપઘાત કરી લીધો હોય દિવાળીની રાતે બનેલા બનાવ બાદ ભોગ બનનારે પતિની અંતિમવિધી બાદ રાજકોટ આવી કૌટુંબિક દિયર વિરૂૂધ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.તાલુકા પોલીસે ભોગ બનનાર 30 વર્ષની વિધવાની ફરિયાદ પરથી શંકર પરમાર સામે ગુનો નોંધ્યો છે.
ભોગ બનનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેને સંતાનમાં ચાર બાળકો છે. પતિના કાકાનો દિકરો શંકર પરમાર જે અવાર-નવાર ઘરે આવતો હોય ગઈ તા. 31/10/24ના રોજ દિવાળીની રાતે પતિ ન હોઇ શંકર ઘરે આવ્યો હતો અને છરી બતાવી પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી બળજબરીથી શરીરસંબંધ બાંધી લીધો હતો અને ધમકી આપી હતી કે તું કોઇને કહીશ તો તને અને આખા પરિવારને જીવતા રહેવા નહિ દઉં. જેથી બીકને લીધે પરિણીતાએ કોઇને જાણ કરી નહોતી. થોડા દિવસ બાદ તેણે શંકરે પતિને ફોન કરી બધાને તેના ભુજ મહેમાનગતિ કરવા તેડાવ્યા હતા. જેથી પતિ, સસરા સહિતના બધા ભુજ ગયા હતાં.
જ્યાં શંકરે પતિ સાથે તેણે બોલચાલી કરી પતિ તથા સસરાને મારમાર્યો હતો. મહિલા વચ્ચે પડતા તેને માથામાં માર મારતાં ઇજા થતાં તે બેભાન થઇ પડી ગઇ હતી. ભાનમાં આવી ત્યારે પતિ-સસરા હાજર ન હોઇ તે બાબતે પુછતાં શંકરે બંનેને વતનમાં મોકલી દીધા નું જણાવ્યું હતું.બાદમાં શંકરે ભુજમાં બીજીવાર શરીર સંબંધ બાધવાની કોશિષ કરતાં ના પાડતાં તેણે મહિલાના વાળ પકડી બળજબરી કરી દુષ્કર્મ ગુજાર્યો હતો.
મહિલા તક જોઇ ત્યાંથી ભાગી મહુવા પંથકના આશરો મળવ્યો હતો. જ્યાં થોડા દિવસ પછી પતિ આવ્યા હતાં મહિલાને કહ્યું કે શંકરે ફોન કરી તેને ધમકી આપી બળજબરીથી તે કોઇપણ ભોગ તને ઉપાડી જશે તેવી ધમકી આપી છે જેથી મેં દવા પી લીધી છે, હવે તું એની સાથે જતી રહેજે… પતિ બેભાન થઇ જતા તેને સરકારી દવાખાને લઇ ગઇ હતી.પરતું તેનું સારવાર પૂર્વે મોત થયું હતું.પતિની અંતિમવિધી પછી ભોગ બનનાર મહિલા રાજકોટ આવી હતી અને તાલુકા પોલીસમાં કૌટુંબિક દિયર વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ એલ. બી. ડીંડોરે અને ટીમે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.