જસદણનાં ગઢડીયા ગામે રહેતી પરણીતાને બેભાન હાલતમા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી. જયા પરણીતાને સારવાર દરમ્યાન મોત નીપજયુ હતુ. પરણીતાનાં મોતને લઇને પરીવાર દ્વારા પરણીતાને ઇન્જેકશન આપ્યા બાદ મોત નીપજયાનો તબીબી બેદરકારીનો આક્ષેપ કર્યો છે. આક્ષેપને પગલે પોલીસે મોતનુ કારણ જાણવા મૃતદેહને પીએમ અર્થે ખસેડવામા આવ્યો હતો. પરણીતાનાં મોતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાનાં ગઢડીયા ગામે રહેતી રમીલાબેન અશોકભાઇ શીયાળ નામની ર3 વર્ષની પરણીતા પોતાનાં ઘરે હતી ત્યારે રાત્રીનાં નવેક વાગ્યાનાં અરસામા બીમારી સબબ બેભાન હાલતમા ઢળી પડી હતી પરણીતાને તાત્કાલીક સારવાર માટે 108 મારફતે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવી હતી જયા રમીલાબેન શીયાળનુ એમઆઇસીયુ વોર્ડમા દાખલ કરવામા આવી હતી જયા તેણીનુ સારવાર કારગત નીવડે તે પુર્વે જ ટુકી સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. પરણીતાનાં મોત બાદ તબીબ દ્વારા પોલીસ ચોપડે રીટ્રોગેટ એમએલસી નોંધાવવામા આવી હતી.
પ્રાથમીક પુછપરછમા મૃતક રમીલાબેનનાં 4 વર્ષ પુર્વે લગ્ન થયા છે અને તેમને સંતાનમા આગલા ઘરનાં બે પુત્ર છે.
અગાઉ તેણીને પેરાલીસીસની અસર થઇ હતી. ગઇકાલે રાત્રીનાં સમયે બીમારી સબબ એમઆઇસીયુ વોર્ડમા દાખલ કરવામા આવી હતી. જયા તેણીનુ તબીબે ઇન્જેકશન માર્યા બાદ બેભાન હાલતમા મોત નીપજયુ હોવાનુ પરીવાર દ્વારા તબીબો પર સનસનીખેજ આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપનાં પગલે પોલીસે પરણીતાનાં મોતનુ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામા આવ્યો છે. પીએમ રીપોર્ટ આવ્યા બાદ પરણીતાનાં મોતનુ કારણ જાણવા મળશે તેવુ પોલીસ સુત્રોમાથી જાણવા મળ્યુ છે.