શહેરનાં દેવપરામા આવેલા વિવેકાનંદ સોસાયટી શેરી નં ર મા રહેતા મુળ બીહારનાં પરણીતાએ બીમારીથી સારવારમા દમ તોડયો હતો. આ ઘટનામા ભકિતનગર પોલીસનાં સ્ટાફે કાગળો કરી કાર્યવાહી કરી છે.
વધુ વિગતો મુજબ વિવેકાનંદ નગર સોસાયટીમા રહેતી મધુકુમારી ધન્જયકુમાર શ્રીવાસ્તવ (ઉ.વ. ર6) નામની પરીણીતાને ગઇકાલે તબીયત લથડતા ગુંદાવાડી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામા આવી હતી. ત્યારબાદ ત્યાથી વધુ સારવાર માટે સિવીલ હોસ્પિટલે ખસેડવામા આવતા મધુકુમારીનુ મોત નીપજયુ હતુ. આ અંગે પીએસઆઇ સી. ડી. અજોડીયાએ કાગળો કર્યા હતા અને મૃતક મધુકુમારી મુળ બીહારની વતની અને તેમનાં પતિ લેબર વર્ક કરતા હોવાનુ તેમજ મધુકુમારીને કિડનીની બીમારી હોવાનુ જાણવા મળી રહયુ છે. તેમનાં મૃત્યુથી પરીવારમા શોક છવાઇ ગયો છે.
દેવપરાની વિવેકાનંદ સોસાયટીમાં પરિણીતાનું બેભાન હાલતમાં મોત
શહેરનાં દેવપરામા આવેલા વિવેકાનંદ સોસાયટી શેરી નં ર મા રહેતા મુળ બીહારનાં પરણીતાએ બીમારીથી સારવારમા દમ તોડયો હતો. આ ઘટનામા ભકિતનગર પોલીસનાં સ્ટાફે કાગળો કરી…
