યોગેશ્ર્વર પાર્કમાં બાથરૂમના નળ સાથે ચુંદડી બાંધી પરિણીતાનો આપઘાત

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર યોગેશ્વર પાર્કમાં રહેતા પરિણીતાએ બાથરૂૂમમાં નળ સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ મામલે યુનિવર્સિટી પોલીસના સ્ટાફે કારણ…

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર યોગેશ્વર પાર્કમાં રહેતા પરિણીતાએ બાથરૂૂમમાં નળ સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ મામલે યુનિવર્સિટી પોલીસના સ્ટાફે કારણ અંગે તપાસ શરૂૂ કરી છે.

વધુ વિગતો મુજબ,યોગેશ્વર પાર્કમાં રહેતા કૈલાશબેન કાળુભાઇ સોલંકી નામના 28 વર્ષના પરિણીતાએ પોતાના ઘરે જ બાથરૂૂમમાં નળ સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ તેમનાં પરીવારજનોને કૈલાશબેનને તુરંત બાથરૂમની બહાર કાઢી સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા. જયા ફરજ પરનાં ડો. કૃપાલી કોટડીયાએ કૈલાશબેનને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટના અંગે હોસ્પીટલ ચોકીનાં સ્ટાફે એન્ટ્રી નોંધી યુનિવર્સીટી પોલીસ મથકમા જાણ કરી હતી. ત્યારબાદ કૈલાશબેનનાં મૃતદેહને પીએમ માટે ખસેડાતા તેમનુ ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરવામા આવ્યુ હતુ. કૈલાશબેનના પતિને પાનની દુકાન છે.તેમનું માવતર ઉના ખાતે છે.તેમજ તેમના લગ્ન આઠેક મહિના પહેલા જ થયા હતા.તેઓએ ક્યા કારણથી પગલું ભર્યું એ અંગે હાલ તપાસ ચાલી રહી છે.આ અંગે યુનિવર્સિટી પોલીસના પીએસઆઇ જે.એચ.ચાવડા અને સ્ટાફે કાગળો કર્યા હતા. સાસરીયાઓનો ત્રાસ હતો કે કેમ ? તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી હોવાનુ જાણવા મળી રહયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *