સસરાના શ્રાધ્ધમાં પતિ અને સાસુએ નહી બોલાવતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

શહેરનાં કુવાડવા રોડ પર આવેલ ગુરુદેવ પાર્કમા રહેતી પરણીતાને સસરાનાં શ્રાધ્ધમા પતિ અને સાસુએ બોલાવી ન હતી જમણવાર દરમ્યાન પરણીતાનાં બાળકો રડતા હતા જે મુદે…

શહેરનાં કુવાડવા રોડ પર આવેલ ગુરુદેવ પાર્કમા રહેતી પરણીતાને સસરાનાં શ્રાધ્ધમા પતિ અને સાસુએ બોલાવી ન હતી જમણવાર દરમ્યાન પરણીતાનાં બાળકો રડતા હતા જે મુદે શ્રાધ્ધમા આવેલા સબંધીઓ અને પરણીતા વચ્ચે ઝઘડો થતા પરણીતાએ ફીનાઇલ પી લીધુ હતુ.

આપઘાતનો પ્રયાસ કરનાર પરણીતાને સારવાર માટે ખસેડવામા આવી હતી. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર આવેલ ગુરુદેવ પાર્ક ર મા રહેતી દિવ્યાબેન નરેન્દ્રભાઇ સુરાણી નામની 4ર વર્ષની પરણીતા પોતાનાં ઘરે હતી ત્યારે બપોરનાં બે વાગ્યાનાં અરસામા ફીનાઇલ પી લીધુ હતુ. પરણીતાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી . આ અંગે સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરતા બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવીલ હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમીક પુછપરછમા દિવ્યાબેન અને તેના પતિ નરેન્દ્રભાઇ વચ્ચે અણબનાવ બનતા નરેન્દ્રભાઇ નીચેનાં મકાનમા તેની માતા સાથે રહે છે. નરેન્દ્રભાઇનાં પિતાનુ અવસાન થયા બાદ ગઇકાલે પિતાને શ્રાધ્ધમા ભેળવવાના હતા અને જે શ્રાધ્ધ વિધીમા પ00 જેટલા સગા સબંધીઓને આમંત્રણ આપવામા આવ્યુ હતુ . પરંતુ ઉપર રહેતી પત્ની દિવ્યાબેનને બોલાવવામા આવી ન હતી . ગઇકાલે શ્રાધ્ધ વિધી પુર્ણ થતા જમણવાર ચાલુ થતા દિવ્યાબેનનાં બાળકોએ જમવા નહી બોલાવતા રડવાનુ ચાલુ કર્યુ હતુ. જે મુદે દિવ્યાબેન અને તેમનાં સગા સબંધીઓ વચ્ચે ઝઘડો થતા દિવ્યાબેન સુરાણીએ ફીનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *