પરિણીત પ્રેમિકાએ 7 લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખતા પ્રેમીએ વખ ઘોળ્યું

શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં પરિણીતાના પ્રેમમાં પડેલા યુવકનું સગપણ થતાં પરિણીત પ્રેમિકાએ સાત લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખ્યું હોવાના આક્ષેપ સાથે પ્રેમી યુવાને ઝેરી દવા…

શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં પરિણીતાના પ્રેમમાં પડેલા યુવકનું સગપણ થતાં પરિણીત પ્રેમિકાએ સાત લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખ્યું હોવાના આક્ષેપ સાથે પ્રેમી યુવાને ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં રાજમોતી મીલ સામે નદીકાંઠે રહેતો દીપક રામજીભાઈ બારા નામનો 30 વર્ષનો યુવાન રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં રામજી મંદિર પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે થોરાળા પોલીસને જાણ થતાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં દિપક બારા બે ભાઈ ચાર બહેનમાં વચેટ છે. દિપક બારાના ત્રણ સંતાનની માતા શિતલબેન સાથે પ્રેમ સંબંધ હતો. દિપક બારાની આઠ દિવસ પૂર્વે જ તાલાળાના કુસીયા ગામે સગાઈ થઈ હતી અને આગામી તા.14નાં રોજ લગ્ન હતાં. દિપક બારાની સગાઈ થઈ હોવાની શિતલબેનને જાણ થતાં શિતલબેને રૂા.સાત લાખની માંગણી કરી હતી અને કુસીયા ગામે જઈ દિપકના સાસરીયામાં પ્રેમ સંબંધની જાણ કરી હતી. જે પ્રેમ સંબંધની જાણ થતાં દિપકના સસરાએ સગપણ તોડી નાખ્યું હતું. જે અંગે દિપક બારાને લાગી આવતાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *