રાજ્ક્કોત જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે રેંજ આઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા ચલાવવામાં આવી રહેલી ‘ SAY NO TO DRUGS’ મુહિમ હેઠળ ગ્રામ્ય એસઓજીને એક મોટી સફળતા મળી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે જસદણ નજીકથી રૂૂ.54.16 લાખની કીમતના 108 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ત્રણ ઇસમોની ધરપકડ કરી કુલ રૂૂ. 84,31,550નો મુદ્દામાલ કબજે કર્યો છે.પુછપરછમાં ગાંજાનો જથ્થો કાલાવાડના બે શખ્સોએ મંગાવ્યો હોવાનું અને ઓડિશાના સપ્લાયરનું નામ ખુલ્યું છે.
મળતી વિગતો એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ વેગડ અને કોન્સ્ટેબલ ચિરાગભાઇ કોઠીવારને મળેલી ખાનગી અને સચોટ હકીકતને આધારે જસદણના શિવરાજપુર ગામથી ઘેલા સોમનાથ જવાના રસ્તા પર આવેલી જય વિહળનાથ હોટલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાંથી પસાર થતી અશોક લેલન કંપનીની ટ્રક નંબર જીજે-06-એટી-9438 ને અટકાવી તલાસી લેતા તેમાંથી ઓડિશા રાજ્યમાંથી લવાયેલો 108 કિલો 331 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
મુદ્દામાલ એસઓજીએ બોટાદના રાજપરાના રાજુભાઇ ઇશ્વરભાઇ ચૌહાણ તેમજ જામનગરના કાલાવાડના કાદરશા ઉર્ફે કાદરબાપુ કાસમશા શેખ અને બોટાદના રાજપરાના નરેશભાઇ ઉર્ફે હરી ઇશ્વરભાઇ લીંબડીયાની ધરપકડ કરી રૂૂ.54,16,550 ની કિંમતનો ગાંજો, રૂૂ. 30,00,000 ની કિંમતનો ટ્રક અને મોબાઈલ ફોન મળી કુલ રૂૂ.84,31,550નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ત્રણેયની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ માદક પદાર્થનો જથ્થો ઓડિશાના સપ્લાયર અલેખા બીસનું બહેરા પાસેથી મંગાવવામાં આવ્યો હતો. આ ગાંજો કાલાવાડના મહમદરફીક અસરફભાઇ લોદી અને અબ્દુલલતીફ ઓસમાણભાઇ સમાએ મગાવ્યો હોવાનું ખુલ્યું હતું. આ ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર ઓપરેશનમાં એસ.ઓ.જી. પી.આઈ. એફ.એ. પારગી, પીએસઆઈ જી.જે. ઝાલા, પી.બી. મિશ્રા એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, ફિરોઝભાઇ બ્લોચ, વિપુલભાઇ ગુજરાતી, રૂૂપકબહાદુર બોહરા તથા પો.હેડ.કોન્સ. વિજયભાઇ વેગડ, ક્રિપાલસિંહ જાડેજા, પીયુષભાઇ અઘેરા, નૈમીષભાઇ મહેતા, મયુરભાઇ વિરડા, ચંદુભાઇ પલાળીયા તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી, રધુભાઇ ત્રકટા, નિર્મળસિંહ ચુડાસમા, કલ્પેશભાઇ કોઠીવાર, ચીરાગભાઇ કોઠીવાર, વિપુલભાઇ ગોહિલ, રણજીતભાઇ ધાધલ, નવદિપભાઇ બાબરીયા, પુથ્વીરાજસિંહ ડોડીયા તથા ડ્રા.પો.હેડ.કોન્સ. નરશીભાઇ બાવળીયાએ કામગીરી કરી હતી.
