સાયલાના કસવાળી ગામેથી 18 કરોડનો ગાંજો ઝડપાયો

એક ખેડૂતે બ્લડ કેન્સર પીડિત પુત્રીની સારવાર માટે તો બીજાએ પૈસાદાર બનવા વાવેતર કરી નાખ્યું, 36 કલાક રેડ ચાલી સુરેન્દ્રનગર એસઓજી અને ધજાળા પોલીસે સાયલા…

એક ખેડૂતે બ્લડ કેન્સર પીડિત પુત્રીની સારવાર માટે તો બીજાએ પૈસાદાર બનવા વાવેતર કરી નાખ્યું, 36 કલાક રેડ ચાલી

સુરેન્દ્રનગર એસઓજી અને ધજાળા પોલીસે સાયલા તાલુકાના કસવાળી ગામે બે અલગ અલગ જગ્યાએ દરોડા કરીને 10 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટુ રૂૂ.17.53 કરોડથી વધુના ગાંજાનું વાવેતર સાથે બે શખ્સોને પકડી લીધા હતા. સાયલા તાલુકાના કસવાળી ગામે સંજય ભોપાભાઇ તાવીયાના ખેતરમાં કપાસ અને એરંડાના વાવેતરની આડમાં ગાંજાના વાવેતરમાં 550 છોડ 3036 કિલો અને 800 ગ્રામ ગાંજાના છોડ મળી આવ્યા હતા. આરોપીએ મંદબુદ્ધિ અને બ્લડકેન્સરથી પીડિત બાળકીના ઈલાજના પૈસા માટે ગાંજો વાવ્યો હતો. તો ભાવુ રવજીભાઇ મીઠાપરાના ખેતરમાંથી 120 છોડ 471 કિલોને 800 ગ્રામ ગાંજાનું વાવેતર મળી આવ્યુ હતુ.બંને આરોપીઓને પકડીને તેમની પાસેથી કુલ રૂૂ.17.53 કરોડનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો.

દારૂૂ અને જુગારની બાતમી મેળવવી તે પોલીસ માટે વધુ સરળ હોય છે.પરંતુ ગાંજાની બાતમી મેળવવી તે ખુબ અઘરી બાબત હોય છે.સાયલા અને ચોટીલા પંથકમાં તેનુ વેચાણ વધુ છે. હાઇવે ટચ હોય માલ સગેવગે કે કરવામાં પણ અનુકુળતા રહે છે. કે.એમ.જાડેજા (નિવૃત પી.આઇ), વર્તમાન સમયે કપાસ અને એરંડા બંને પાક લણવાનો સમય થઇ ગયો છે.સંજય ભોપાભાઇના ખેતરમાં પણ બંને પાક તૈયાર થઇ ગયા હતા.પરંતુ ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યુ હોય જો કપાસ કે એરંડા વિણવા માટે માણશો લાવે તો તેમને ગાંજાના વાવેતરની ખબર પડી જાય આથી તૈયાર માલ વિણતો ન હતો. 6 ફૂટનો છોડ થઇ જતાં બાતમીના આધારે રેડ કરાઇ હતી.
ડીવાયએસપી વી.એમ. રબારીને મળેલી ચોક્કસ બાતમીના આધારે એસઓજી શાખાએ સાયલા તાલુકાના કસવાળી ગામે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કસવાળીના સંજય તાવીયાની વાડીમાં તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપીએ પોતાની માલિકીની વાડીમાં એરંડા અને કપાસના પાકની આડમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું.

પોલીસે વાડીમાંથી 550 નંગ લીલા ગાંજાના છોડ અને મોટા જથ્થામાં સૂકો ગાંજો જપ્ત કર્યો હતો. આ તમામ ગાંજાનું કુલ વજન 3036 કિલો 800 ગ્રામ થયું હતું, જેની અંદાજિત બજાર કિંમત રૂૂ. 15,18,40,000 આંકવામાં આવી છે. ગાંજાના છોડને ઉખેડવા માટે 12 જીઆરડી જવાનોની મદદ લેવામાં આવી હતી. તેમજ સતત 36 કલાક સુધી રેડ ચાલી હતી. ગાંજાનો જથ્થો 3 ટ્રેક્ટરમાં ભરીને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.

આરોપી સંજય તાવીયાની અટકાયત કરી, ધજાળા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કસવાળી ગામમાંથી જ અન્ય ખેતરમાંથી પણ ગાંજો ઝડપાયો હતો. જ્યાં પોલીસે સવા બે કરોડની કિંમતનો ગાંજો ઝડપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં એક મહિના પહેલા પણ કરોડોનો ગાંજો ઝડપાયો હતો.

આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, ગાંજાના બે મોટા કેસ ઝડપી પાડવામાં આવ્યાં છે. બંને કેસ ધજાળા પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક કેસ ધજાળાની લોકલ ટીમ દ્વારા અગાઉ કરવામાં આવ્યો હતો અને બીજો કેસ આજે એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં પહેલા કેસમાં 120 છોડ જેનું વજન 471 કીલો 800 ગ્રામ જેની કિંમત 2,33,90,000 થાય છે. જેનો મુખ્ય આરોપી બાબુ મીઠાપરા કે જેના કસવાળી ગામના ખેતરમાં તુવેરના વાવેતરમાં અંદર આ ગાંજાના છોડ મળી આવ્યા હતા.

વધુમાં જણાવ્યું કે, જ્યારે બીજા કેસમાં કુલ 550 છોડ, જેનું વજન 3036 કિલો 800 ગ્રામ જેની કિંમત રૂૂ. 15,18,40,000 મળી કુલ રૂૂ. 18 કરોડથી વધુ કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસ પણ કસવાળી ગામના ખેતરમાં થયો છે, જેનો મુખ્ય આરોપી સંજય ભોપાભાઇ છે, આ બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *