લાઠીના કરકોકલયા ગામમાં કપાસની આડમાં ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું

અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને…

અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાઘનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી. ટીમ લાઠી વિસ્તારમાં અઝજ ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા. જે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે અમરેલી જિલ્લાનાં લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના કરકોલીયા ગામ ખાતે આવેલ ચારકોસીયા સીમની બાજુમાં આવેલ ભુપતભાઈ ઉર્ફે ભોપલાભાઈ કાનાભાઈ ડેરની વાડી ખેતરમાં ગે.કા માદક પદાર્થ ગાંજાના છોડનુ વાવેતર કરતો હોવાની ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહુ જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને લીલા ગાંજાના છોડના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.


પોલીસે ભુપતભાઈ ઉર્ફે ભોપલાભાઈ કાનાભાઈ ડેર, (ઉ.વ.65,) ધંધો-ખેતી, રહે.કરકોલીયા,તા.લાઠી જી.અમરેલી વાળાના ખેતરમાંથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ લીલા ગાંજાના છોડ નંગ આશરે 22 જેનુ કુલ વજન- 18.026 કિ.ગ્રા. જેની કિ.રૂૂા.1,80,260/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે અને મજકુર ઈસમને વઘુ તપાસ લીલીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.


આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી. ટીમનાં એ.એસ.આઇ.સંજયભાઈ પરમાર, યુવરાજસિંહ સરવૈયા, નાજભાઈ પોપટ, રફીકભાઈ રાઠોડ તથા હેડ કોન્સ. મનિષદાન ગઢવી, જયરાજભાઈ વાળા,અરવિંદભાઈ ચૌહાણ તથા પોલીસ કોન્સ. દેવાંગભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *