સુરેન્દ્રનગર એસઓજીની ટીમે બાતમીના આધારે ઘજાળા પોલીસ સ્ટેસન વિસ્તારના ગંગાજળ ગામે એક મકાનમાં દરોડો પાડી રૂૂ.1.74 લાખના ઉગાડેલ ગાંજાના 10 છોડ સાથે ખેડૂતની ધરપકડ કરી હતી.સુરેન્દ્રનગર જીલ્લામાં એન.ડી.પી.એસ.ના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહીત પ્રવ્રુતી નાબુદ કરવા માટેની જીલ્લા પોલીસ વડા ડો.ગીરીશ પંડ્યાની સુચનાથી એસઓજીના પી.આઈ બી.એચ. શીંગરખીયા અને તેમની ટીમે સાયલાના ઘજાળા પોલીસ સ્ટેસન વિસ્તારના ગંગાજળ ગામે ગભરૂૂભાઇ દાદભાઇ ખાચરના ઘરે દરોડો પાડતા મકાનના ફળીયામાં ગેરકાયદેસર ગાંજાનાં છોડનું વાવેતર મળી આવ્યું હતું.
એસઓજીની ટીમે રૂૂ.1.74 લાખના ગેરકાયદેસર લીલા ગાંજાના 10 છોડ જેનું વજન 17 કિલો 450 ગ્રામ કબજે કરી વધુ તપાસ શરુ કરી છે.જીલ્લા પોલીસ વડા ડો.ગીરીશ પંડ્યાની સુચનાથી એસઓજીના પી.આઈ બી.એચ.શીંગરખીયા, પીએસઆઈ એન.એ.રાયમા, એએસઆઈ અનિરૂૂધ્ધસિંહ મહિપતસિંહ ઝાલા સાથે અશ્વિનભાઇ ઠારણભાઇ, અરવિંદસિંહ દિલુભા ઝાલા, અમરકુમાર કનુભાઇ ગઢવી,અનિરૂૂધ્ધસિંહ અભેસંગભાઇ ખેર, રવિરાજભાઇ મેરૂૂભાઇ ખાચર, અનિરૂૂધ્ધસિંહ ભરતસિંહ ઝાલા, મુનાભાઈ નાનજીભાઇ રાઠોડ, બળદેવસંગ અમરસંગ ડોડીયા, મહાવિરસિંહ જોરુભા રાઠોડ, ચેહરભાઇ અમરશીભાઇ ઝીંઝુવાડીયા, બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ રાણા, અશ્વિનભાઇ કરશનભાઇ વાઘેલાએ કામગીરી કરી હતી.
