વોર્ડ નં.10, શાંતિનિકેતન સોસાયટી, કાલાવડ રોડ ખાતે આવેલ મંત્રમ હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા હોસ્પિટલ પાસેથી રૂૂ.10,000/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. તા.07-09-2026ના રોજ મંત્રમ હોસ્પિટલ દ્વારા ઈન્જેકશન, સિરીંજ, નીડલ જેવો બાયો મેડીકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા રૂૂ.10,000/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
ઉપરોક્ત કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેરની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં. 10ના મદદનીશ પર્યાવરણ ઇજનેર, સેનીટરી ઇન્સ્પેકટર, સેનીટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવેલ.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા ડોકટરોને જાણ કરવામાં આવે છે કે તેમનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇ પણ અન્ય જગ્યાએ ન ફેકતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકૃત કરેલ એજન્સી ઉશતિજ્ઞિંળયમ ઇશજ્ઞ-ઈહયફક્ષ ઙદિ.ં કમિં. મારફત નિકાલ કરવા અનુરોધ કરેલ છે.
