મનહરપુરના આધેડે ટેન્શનમાં પેડક રોડ પર ફિનાઇલ પીધું

ઘનશ્યામનગરમાં મહિલાએ ચિંતામાં ઉંઘની ટીકડીઓ પી લેતા સારવારમાં શહેરના જામનગર રોડ પર મનહરપુરમાં રહેતા આધેડે ટેન્શનના કારણે પેડર રોડ પર ફિનાઇલ પી લેતા તેમને સારવાર…

ઘનશ્યામનગરમાં મહિલાએ ચિંતામાં ઉંઘની ટીકડીઓ પી લેતા સારવારમાં

શહેરના જામનગર રોડ પર મનહરપુરમાં રહેતા આધેડે ટેન્શનના કારણે પેડર રોડ પર ફિનાઇલ પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર મનહરપુર-2માં રહેતા સુરેશભાઇ લાખાભાઇ અંગેચણીયા (ઉ.વ.48) નામના આધેડ આજે સવારે પેડક રોડ પર સેટેલાઇટ ચોકમાં હતા ત્યારે ફિનાઇલ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સુરેશભાઇ ત્રણભાઇ એક બહેનમાં નાના અને ખેતીકામ કરે છે.

તેમને સંતાનમાં ચાર પુત્ર અને ત્રણ પુત્રી છે. તેઓ પેડક રોડ પર રહેતા મોટાબહેનના ઘરે આટો મારવા ગયા બાદ બહેનના ઘર નજીક ટેન્શનના કારણે આ પગલું ભરી લીધાનુ જાણવા મળ્યુ છે. જયારે બીજા બનાવમાં કોઠારીયા રોડ પર ઘનશ્યાનગર શેરી નં.11માં રહેતા નીતાબેન કનુભાઇ જેઠવા (ઉ.વ.50) નામના મહિલાએ ચિંતામાં ઉંઘના વધુ પડતા ટીકડા ખાઇ લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *