રાજકોટની હોટેલમાં વંથલી પંથકની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર મુંબઈથી ઝડપાયો

વંથલીની સગીરા પર દુષ્કર્મ આચરી મુંબઈ ભાગેલો જૂનાગઢના શખ્સની ધરપકડ કરી પોલીસે ગુરુવારે આરોપીને સાથે રાખી પંચનામુ કર્યું હતું. જૂનાગઢના દોલતપરાના કિરીટનગરમાં રહેતો સાહિલ ગુલમામદ…

વંથલીની સગીરા પર દુષ્કર્મ આચરી મુંબઈ ભાગેલો જૂનાગઢના શખ્સની ધરપકડ કરી પોલીસે ગુરુવારે આરોપીને સાથે રાખી પંચનામુ કર્યું હતું. જૂનાગઢના દોલતપરાના કિરીટનગરમાં રહેતો સાહિલ ગુલમામદ રાઠોડ સોશિયલ મીડિયાથી જૂન 2022માં વંથલી વિસ્તારની સગીરા સાથે સંપર્કમાં આવ્યો હતો. લગ્ન કરવાનું વચન આપી શખ્સ જૂનાગઢના વિલીંગ્ડન ડેમ ખાતે ફરવા લઈ જઈ બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ શખ્સે દોલતપરા ખાતે રહેતો મિત્રના ઘરે અને રાજકોટ ખાતેની હોટલમાં લઈ જઈને ત્યાં પણ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. અને તરુણીનાં ભાઈને ધમકી આપી હોવાની ફરિયાદ ગત તા. 19 જાન્યુઆરીએ વંથલી પોલીસમાં નોંધાવી હતી.

જેના પગલે જૂનાગઢ ગ્રામ્યના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્યાએ તપાસ હાથ ધરી 2 ટીમ મારફત આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. દરમ્યાન મુંબઈ ભાગેલો આરોપી સુરત થઈ મંગળવારે વંથલી આવતા પોલીસે અટક કરી હતી. બાદમાં બુધવારની રાત્રે ધરપકડ કરી ગુરુવારે આરોપીને તેના રહેતા દોલતપરા રહેતા મિત્રના ઘરે લઈ જઈ ડીવાયએસપી ધાંધલ્યાએ ઘટના અંગે પંચનામુ કર્યું હતું. પૂછપરછમાં ગુનો નોંધાયાની જાણ થતા ભાગી ગયો હતો મુંબઈ ખાતે બે દિવસ રોકાયા બાદ સુરતમાં રોકાયા પછી વંથલી ખાતે આવ્યો હોવાનું આરોપીએ જણાવ્યું હતું.

તપાસનીશ એસએસસી, એસટી સેલ જૂનાગઢ ગ્રામ્યના કાર્યવાહક નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, આરોપી સાહિલ ગુલમામદ રાઠોડને સાથે રાખી તેના મિત્રના દોલતપરા ખાતેના ઘરે ગુરુવારે પંચનામુ કરવામાં આવ્યું હતું આ કાર્યવાહી દરમિયાન આરોપીએ જે જગ્યાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું તે જગ્યા બતાવી હતી. અહીંથી બેડશીટ તથા કપડાં કબજે લીધા હતા. અને પૂછપરછ, તપાસ બાદ સાંજે સાહિલ રાઠોડને કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કરવામાં આવ્યો હતો.

સગીરાની 19 જાન્યુઆરીની ફરિયાદના બીજા દિવસે 20 મીના રોજ એસસીએસટી એલના ઇન્ચાર્જ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ એફએસએલ અધિકારી કટારીયા, મહિલા પોલીસ, સરકારી પંચ સહિત ટીમની હાજરીમાં વિલીંગ્ડન ડેમ ખાતે સગીરાને સાથે રાખી પંચનામુ કર્યું હતું. તરૂૂણીએ વિલીંગ્ડન ડેમથી દાતારની સીડીના 202 પગથિયાની પૂર્વ દિશાએ ઝરણા પાસેના મોટા પથ્થરની આડસમાં સાહીલે લઈ જઈ જ્યાં દુષ્કર્મ આચર્યું તે જગ્યા ઉચ્ચ અધિકારીઓને બતાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *